દિવાળી બાદ તમિલનાડુ અને કેરેલામાં થયેલા વરસાદના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત.. પોંન્ગલના તહેવારમાં રૂ. 150 કરોડનું નુકશાન

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (14:11 IST)
કોરોના સંક્રમણ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યો હતો. દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરલામાં થયેલી અતિવૃષ્ટિને કારણે  અનેક જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત થયા હોવાને કારણે પોંગલના તહેવારમાં સાડીઓની ડિમાન્ડ નહીં રહે. બંને રાજ્યો વરસાદી પુલના કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. જે કેટલાક ઓર્ડર આવ્યા હતા તે પણ વેપારીઓ દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યા છે. 
 
 દોઢ-બે વર્ષના કોરોના સંક્રમણ ના કાળ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી એક વખત ધમધમતો થયો હતો. દિવાળી દરમિયાન ટેકટર ઉદ્યોગે રૂપિયા 16000 કરોડને પાર પહોંચી ગયો હતો. દિવાળી દરમિયાન જે ખરીદી વેપારીઓ કરતા હોય છે તેનું પેમેન્ટ 45 દિવસમાં ચૂકવી દેતા હોય છે. પરંતુ દિવાળી બાદ એકાએક જ તમિલનાડુ અને કેરાલામાં આવેલા અતિવૃષ્ટિના કારણે જે પેમેન્ટ હતું તે પણ અટકી ગયું છે. અંદાજે 1200 કરોડ જેટલું પેમેન્ટ તમિલનાડુ અને કેરલા રાજ્યનો અટવાયું છે. 
 
ફોસ્ટાના  પ્રવક્તા રંગનાથ શારદાએ  જણાવ્યું કે દિવાળીમાં થયેલા ફેરફારને કારણે વેપારીઓ ખુબ જ ખુશ હતા. દિવાળી ની સિઝન બાદ લગ્નસરાની સિઝન પણ ખૂબ જ સારી રીતે જાય તેવી અપેક્ષાઓ વેપારીઓ સેવી રહ્યા હતા. સુરત થી દક્ષિણ ભારત એક મોટું માર્કેટ છે કે જે કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે. અચાનક આવેલા વરસાદના કારણે લગ્નસરામાં થોડું રીતના આવે તેવું લાગી રહ્યું છે. તમિલનાડુ અને કેરાલામાં જનજીવન ઉપર માઠી અસર થવા ને કારણે ત્યાં વેપારીઓ માર્કેટ ખુલી શકે તેમ નથી. તેના કારણે પેમેન્ટ આવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે અને નવા ઓર્ડર પણ નથી મળી રહ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર