યાકુબ મેમનને ફાંસી થશે, દયા અરજી ફગાવાઈ

બુધવાર, 29 જુલાઈ 2015 (16:32 IST)
1993 મુંબઈ બોમ્બ ધમાકાના દોષી યાકુબ મેમનની ડેથ વોરંટ વિરુદ્ધ નોંધાયેલ પિટીશન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે યાકુબ દ્વારા ક્યૂરેટિવ પિટીશન પર બીજીવાર સુનાવણી માંગને રદ્દ કરી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ગવર્નરે યાકુબની મર્સી પિટીશન રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ, "ડેથ વોરંટ રજુ કરવામાં ટાડા કોર્ટે કોઈ ખામી નથી કરી." મહારાષ્ટ્રના ડીજીપી અને મુંબઈ પોલીસ કમિશ્નર સીએમ સાથે મુલાકાત કરવા વિધાનસભા પહોંચ્યા છે.  
 
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના નિર્ણયના પહેલા ભાગમાં કહ્યુ, "યાકુબના કેસમાં બધા લીગલ પ્રોસેસ યોગ્ય રીતે અપનાવ્યા" ઉલ્લેખનીય છે કે બુધવરે પિટીશન પર ત્રણ જજ (જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ પ્રફુલ્લ પંત અને જસ્ટિસ અમિતાભ રોય) ની બેંચે સુનાવણી કરી. ડેથ વોરંટને ગેરકાયદેસર બતાવાનરી આ પિટીશન પર મંગળવારે સુપ્રીમ કોર્ટના બે જજો વચ્ચે એક વિચાર બની શક્યા નહોતા.  ત્યારબાદ ચીફ જસ્ટિસે પિટીશનને ત્રણ જજોની લાર્જર બેંચને મોકલી હતી. આ દરમિયાન યાકુબે ફાંસીથી બચવા માટે પ્રેસિડેંટને એક વધુ મર્સી પિટીશન મોકલી છે.  

વેબદુનિયા પર વાંચો