2006માં એકરિંગથી કરી કેરિયરની શરૂઆત
સોનાલીએ વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હિસાર દૂરદર્શન માટે એન્કર કરતી હતી. બે વર્ષ બાદ 2008માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. સોનાલીએ પંજાબી અને હરિયાણવી ફિલ્મો, મ્યુઝિક વીડિયો કર્યા હતા. વર્ષ 2019 માં, તેણે ફિલ્મ છોરિયા છોરો સે કમ નહી હોતીમાં કામ કર્યુ હતુ. આ તેમની પહેલી ફિલ્મ હતી. બિગ બોસ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેના પતિના મૃત્યુ બાદ ઘણા લોકોએ તેને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તે એકદમ એકલી હતી.