Rajasthan Accident : Sikar માં ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકો જીવતા દઝાયા. રાજસ્થાનના સીકર જિલ્લામાં આજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર એક કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગએ બંને વાહનોને સંપૂર્ણ લપેટી લીધા હતા. જેના કારણે બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને તેમાં સવાર સાત લોકો જીવતા દાઝી ગયા હતા. હાઈવે પર થયેલા આ અકસ્માત બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. કારમાં સવાર લોકો ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે
ઉલ્લેખનીય છે કે, આગ એટલી ઘાતક હતી કે આસપાસના લોકો પણ મદદ કરી શકતા નહોતા. જોકે, Sikar માં થયેલા અકસ્માતની માહિતી મળતા જ ફતેહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભીડને ત્યાંથી હટાવી હતી. બાદમાં ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી. પરંતુ આ લોકો આવે ત્યાં સુધીમાં વારદાત પૂર્ણ થઈ ગઈ હતી મતલબ કે, સારવાર લોકોના મોત થઈ ગયા હતા. થોડી જ વારમાં કાર અને ટ્રકમાં સવાર સાત મુસાફરો લોકોની સામે જીવતા સળગી ગયા હતાં.
પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, આ ઘટના Sikar ના ફતેહપુર કોતવાળી વિસ્તારમાં રવિવારે બપોરે બની હતી. આ હ્રદય કંપાવતી આ ઘટનામાં સાત લોકો જીવતા સળગી ગયા હતાં. ઘટનાની વિગતે વાત કરીએ તો, તેજ ગતિએ આવી રહેલી એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો અને બંને વાહનોમાં આગ લાગી ગઈ. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. કોઈ કંઈ સમજે તે પહેલા કાર અને ટ્રક આગની લપેટમાં આવી ગયા અને અંદર સવાર લોકો પણ બળીને ખાક થઈ ગયા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર કારમાંથી મળેલો મોબાઈલ ફોન સ્વીચ ઓન થતાં મૃતકના સંબંધીઓ સાથે વાત કરવામાં આવી હતી, જે મુજબ તમામ મૃતકો મેરઠના રહેવાસી હતા અને સાલાસર બાલાજીના દર્શન કરીને પાછા મેરઠ જઈ રહ્યા હતા. આ દરમિયાન તે ફતેહપુર પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો.