ગુજરાતમાં ભારે વરસાદના કારણે NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલમાં 15 ટીમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRF ની 5 વધુ ટીમ પંજાબથી મંગાવવામાં આવી છે. જેના પગલે હાલ 20 ટીમ ગુજરાતમાં હાજર છે. 6 ટીમ રિઝર્વ અને ગાંધીનગરમાં 3 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત 3 ટીમ બરોડામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. નવસારી, સુરત અને વલસાડમાં એક-એક ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે રાજકોટ, મોરબી, ભાવનગર, અમરેલી, જુનગાઢ, દ્વારકા,જામનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણમાં એક ટીમ તૈનાત કરાઈ છે.અરબ સાગરમાં સર્જાઈ રહ્યું છે શાહિન વાવાઝોડું
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ટકરાવાની આશંકા છે. હાલ અરબસાગરમાં શાહીન નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.
એટલું જ નહીં, આ વાવાઝોડાને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી