મહારાષ્ટ્રમાં સરકાર બદલાય ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની શરૂઆત થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. આ વચ્ચે સંજય રાઉતે એકવાર ફરી ભાજપા પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે અને તેનો મતલબ છે કે દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. સંજય રાઉતે કહ્યુ કે અજીત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળહે. તેઓ ખૂબ મોટુ કામ કરીને આવ્યા છે.
શિવસેનાએ રોક્યો ભાજ્પાઅનો વિજયરથ
છેલ્લા પાંચ વર્ષથી શિવસેના એનડીએનો ભાગ હોવા છતા ભારતીય જનતા પાર્ટી પર હુમલાવર રહી હતી. પછી ભલે રાજ્ય સરકાર પર નિશાન સાધવાની વાત હોય કે પછી કેન્દ્ર સરકારને આડે હાથે લેવાની હોય. લોકસભા ચૂંટણીમાં મહાજીત હાસિલ કર્યા પછી જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ તો બીજેપીને વિશ્વાસ હતો કે તેમની સરકાર બનશે.