ખુર્શીદે લખ્યું છે કે હિન્દુત્વ સાધુ-સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરમ જેવા જેહાદી ઈસ્લામી સંગઠન જેવું છે. તેના તર્કમાં ખુર્શીદે કહ્યું છે કે હિન્દુ ધર્મ ખૂબ જ ઉચ્ચસ્તરનો ધર્મ છે. તેના માટે ગાંધીજીએ જે પ્રેરણા આપી તેનાથી વધુ કોઈ પ્રેરણા ન હોઈ શકે.
સુપ્રીમકોર્ટના નિર્ણયની પ્રશંસા , BJP પર કટાક્ષ અયોધ્યા પર સુપ્રીમકોર્ટના ચુકાદા અને પોતાની બુકને લઈને સલમાન ખુર્શીદે કહ્યું હતું કે અયોધ્યા વિવાદને લઈને સમાજમાં ભાગલા જેવી સ્થિતિ હતી . સુપ્રીમકોર્ટે એનું સમાધાન શોધી કાઢ્યું . આ એક એવો ચુકાદો છે , જેનાથી એવું ન લાગે કે અમે હાર્યા અને તમે જીત્યા . BJP તરફ ઈશારો કરતાં ખુર્શીદે કહ્યું હતું કે એવી કોઈ જાહેરાત તો થઈ નથી કે અમે જીતી ગયા