રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ, બોલ્યા - પ્રેમ અને રાષ્ટ્રવાદવાળી કોંગ્રેસી વિચારધારા પર ભારે પડી છે ભાજપા સંઘની નફરતવાળી વિચારઘારા

શુક્રવાર, 12 નવેમ્બર 2021 (19:04 IST)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીના ડિજિટલ 'જન જાગરણ અભિયાન'નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે પાર્ટીના નેતા સલમાન ખુર્શીદના પુસ્તક પર ચાલી રહેલા વિવાદને લઈને ઈશારા અને ઈશારામાં વાત કરી.  રાહુલે કહ્યું, "આખરે, હિન્દુઘર્મ અને હિન્દુત્વમાં શું અંતર છે, શું તે એક જ વસ્તુ છે. જો તે એક જ વસ્તુ છે, તો શા માટે આપણે તેમના માટે એક જ નામનો ઉપયોગ નથી કરતા? આ દેખીતી રીતે બે અલગ વસ્તુઓ છે." શુ હિન્દુ ધર્મ કોઈ સિખ કે મુસલમાનને મારવાનુ કહે છે પણ હિન્દુત્વનુ આ જ કામ છે. 
 
આ પછી રાહુલે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે આજે લોકો હિંદુ ધર્મ અને હિંદુત્વને એક સમજવા લાગ્યા છે, જ્યારે આ બંને અલગ વસ્તુઓ છે. "આપણને ગમે કે ન ગમે, ભાજપ-સંઘની નફરતની વિચારધારા કોંગ્રેસના પ્રેમ અને રાષ્ટ્રવાદવાળી વિચારધારા પર ભારે પડી છે. આપણે આ વાત માનવી પડશે. 
 
કોંગ્રેસની વિચારધારા પર પ્રસાર જરૂરી 
 
રાહુલે વધુમાં કહ્યું કે, અમારી વિચારધારા હજુ પણ જીવંત છે, જીવે છે, પરંતુ તેની અસર કંઈક અંશે ઘટી ગઈ છે. પાર્ટીની વિચારધારાને આગળ લઈ જવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે તેની અસર એટલા માટે ઓછી થઈ છે કારણ કે આપણે તેને આપણા લોકોમાં યોગ્ય રીતે ફેલાવી શક્યા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર