PM મોદીએ લૉન્ચ કરી અટલ ભૂજલ યોજના, ખેડૂતો-યુવાઓને આપ્યો પાણી બચાવવાનો મંત્ર

બુધવાર, 25 ડિસેમ્બર 2019 (16:34 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જંયતિ પ્રસંગે 'અટલ ભૂજલ યોજના'ની શરૂઆત કરી છે. આ યોજના માટે સરકારે 6 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અટલ ભૂજલ યોજનાનો લાભ છ રાજ્યોને મળશે. અટલ ભૂજલ યોજનામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે. કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ 8,350 ગામડાઓને મળશે.
 
 દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ યોજનાની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જળ જીવન મિશન દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે, અટલ જળ યોજના એ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપશે જ્યાં ગ્રાઉન્ડ વોટર ખૂબ નીચે ગયું છે અથવા તો ઝડપથી નીચે જઇ રહ્યું છે. આ અવસર પર તેમણે હિમાચલને લેહ-લદ્દાખ સાથે જોડનાર રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ કરવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ ટનલ સુરાક્ષાની સાથો સાથ ટુરિઝમની દ્રષ્ટિથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં કયારેય વિચાર્યું નહોતું કે અટલજીના સપનાને તેમના નામથી જોડવાનો મને સૌભાગ્ય મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર