વાવાઝોડા કાલમેગીના કારણે થયેલા મોટાભાગના મૃત્યુ અચાનક પૂરમાં ડૂબી જવાથી થયા હતા, જ્યારે 127 લોકો ગુમ થયા છે. આમાંથી મોટાભાગના લોકો મધ્ય પ્રાંત સેબુના રહેવાસી હતા, જે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત હતો.
ફિલિપાઇન્સમાં વિનાશ વેર્યા પછી, વાવાઝોડું દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પ્રકોપથી લગભગ 20 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 5.6 લાખથી વધુ ગ્રામજનો વિસ્થાપિત થયા છે.