Indian Died in Ukraine : યુક્રેનના ખરકીવમાં ભારતીય વિદ્યાર્થીનુ મોત, રૂસના હુમલાએ ભારતને પણ આપ્યુ દર્દ

મંગળવાર, 1 માર્ચ 2022 (15:52 IST)
યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન એક ભારતીય નાગરિકનુ મોત થઈ ગયુ છે.  આ રીતે રૂસના હુમલાએ ભારતને પણ જખમ આપ્યુ છે. યૂક્રેન યુદ્ધમા પહેલા ભારતીય નાગરિક માર્યા જવાની ચોખવટ થઈ છે. મેડિકલનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનુ નામ નવીન કુમાર (Naveen Kumar) છે અને તે કર્ણાટકના રહેનારા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને યુક્રેનના ખરકીવમાં આજે સ વારે થયેલા ભીષણ હુમલાં એક ભારતીય સ્ટુડેંટ (Indian Died in Kharkiv)ના મોતની ચોખવટ થઈ છે. વિદેશ મંત્રાલય ના પ્રવક્તાએ જણાવ્યુ અમને ખૂબ દુખ સાથે આ વાતની ચોખવટ કરી રહ્યા છે કે આજે સવરે ખરકીવમાં થયેલ બોમ્બારીમાં એક ભારતીય સ્ટુડેંટનુ મોત થઈ ગયુ. મંત્રાલય  ભારતના વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવારને ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. 
 
પ્રવક્તાએ જણાવ્ય કે વિદેશ મંત્રાલય સતત રૂસ અને યુક્રેનના રાજદૂતોની સાથે સંપર્કમાં છે અને ભારતીય  નાગરિકોને સ્વદેશ લાવવા માટે સુરક્ષિત રસ્તો કાઢવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યુ કે અનેક વિદ્યાર્થી હજુ પણ ખારકીવ સહિત બીજા શહેરોમાં ફસાયા છે રૂસ અને યુક્રેનમાં હાજર રાજદૂતે પણા પ્રકારના પ્રયાસમાં લાગ્યુ છે. 
 
ઘરના લોકોની વધી ધડકન 
 
ટીવી રિપોર્ટમાં બતાવાયુ છે કે આજે સવારે બચાવ અભિયાન દરમિયાન જ ભારતીય વિદ્યાર્થી રૂસના હુમલાની ચપેટમાં આવી ગયા. જેવા આ સમાચાર ભારતીય મીડિયામાં આવ્યા યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોના પરિવારના લોકોના ધબકારા વધી ગયા. લોકો પોતાના પુત્ર પુત્રીઓની સુરક્ષિત પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે. 
કીવ છોડવાનો સવારે જ આવ્યો હતો આદેશ 
 
આજે સવારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને વહેલી તકે રાજધાની કિવ છોડવા જણાવ્યું હતું. ત્યારથી એવું લાગતું હતું કે કિવમાં પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે અને ત્યાં ભયાનક હુમલા થઈ શકે છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના વીડિયો પણ સામે આવ્યા છે. ભારતીયોમાં પણ તણાવ વધી રહ્યો હતો અને બપોરે રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોતના દુઃખદ સમાચાર આ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર