1835માં મંદિરના બે શિખરોને સુવર્ણ જડિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 1835માં પંજાબના તત્કાલિન મહારાજા રણજીત સિંહે વિશ્વનાથ મંદિરના બે શિખરો પર સોનાનો ઢોળ ચડાવ્યો હતો. એવુ કહેવાય છે કે એ વખતે સાડા 22 મણ સોનુ વપરાયુ હતુ. ત્યારબાદ અનેકવાર સોનું લગાવવાનું અને તેને સાફ કરવાનું કામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, પરંતુ અંત સુધી પહોંચ્યું ન હતું. કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન સાથે જ મંદિરના બાકીના ભાગ અને ગર્ભગૃહને સુવર્ણમય બનાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન, લગભગ દોઢ મહિના પહેલા, બાબાના એક ભક્તે મંદિરની અંદર સોનું સ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મંદિર પ્રશાસનની પરવાનગી મળ્યા બાદ સોનું મઢવા માટે માપણી અને ઘાટ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. લગભગ એક મહિનાની તૈયારી બાદ શુક્રવારે સોનુંમ મઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.