નિર્ભયાને મળ્યો ન્યાય - બળાત્કારીઓને થશે ફાંસી, SCએ કહ્યુ, બર્બરતા માટે માફી નહી

શુક્રવાર, 5 મે 2017 (15:12 IST)
સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ્ના નિર્ણયને કાયમ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ચારેય આરોપી અક્ષય ઠાકુર, મુકેશ સિંહ, પવન ગુપ્તા અને વિનય શર્માને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ છે કે આ બર્બરતા માટે માફી આપી શકાતી નથી.  જસ્ટિસ દીપક મિશ્રાએ નિર્ણય સંભળાવતા કહ્યુ કે મારો અને જસ્ટિસ અશોક ભૂષણનો આ મામલે એક જ મત છે પણ જસ્ટિસ ભાનુમતિનો જુદો મત છે. 
 
જસ્ટિસ દીપક મિશ્રા જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચએ નિર્ણય સંભળાવ્યો છે. 
 
કોર્ટે આ બે વાતોને સજા માટે માન્યો આધાર 
 
સુપ્રીમ કોર્ટે આ મામલે મરતા પહેલા નિર્ભયાએ પોલીસને જે નિવેદન આપ્યુ અને તેના મિત્રના નિવેદનને દોષીયો વિરુદ્ધ પુખ્તા સબૂત માન્યો. કોર્ટે કહ્યુ કે પીડિતાના મિત્રના નિવેદનને બાજુ પર નથી મુકી શકાતો. 
 
ગેંગરેપના ચાર દોષીયો અક્ષય ઠાકુર, મુકેશ સિંહ, પવન ગુપ્તા અને વિનય શર્માને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જેન અપર 14 માર્ચ 2014ના રોજ દિલ્હી હાઈકોર્ટએ પણ મોહર લગાવી હતી. દોષીઓની અપીલ પર સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી હતી. ત્યારબાદ ત્રણ જજની બેચને આ કેસ સોંપવામાં આવ્યો અને કોર્ટે કેસમાં મદદ માટે બે એમિક્સ ક્યુરીની નિમણૂંક કરી હતી. 

વેબદુનિયા પર વાંચો