નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે. આના પુરાવા મીડિયાને આપીશ-ફડણવીસ

સોમવાર, 1 નવેમ્બર 2021 (12:36 IST)
નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર બહું ગંભીર આરોપ લગાવ્યા છે. મલિકના આરોપો છે કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગોવામાં ડ્રગ્સનો કારોબાર દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં કરવામાં આવી રહ્યો છે. આ બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી પલટવાર કર્યો છે. ફડણવીસે કહ્યું કે નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે.
 
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું નવાબ મલિકના આરોપો હાસ્યાસ્પદ છે. તેણે કહ્યું કે રિવર ફ્રન્ટ નામની સંસ્થા વતી નોકરી પર રાખેલા વ્યક્તિએ 4 વર્ષ પહેલા અમારી સાથે ફોટો પડાવ્યો હતો. હવે તેની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હવે નવાબ મલિકે તેના વિશે વાત કરી છે. તેણે કહ્યું કે તે વ્યક્તિની તસવીરો મારી સાથે પણ હતી, પરંતુ નવાબ મલિકે મારા બદલે તેની પત્ની સાથે તસવીર શેર કરી હતી. તે જાણતો હતો કે જો તેણે મારી સાથેની તસવીર બહાર પાડી હશે તો તેનો જવાબ હશે કે કોઈ પણ રાજકારણી સાથે તસવીર માટે પોઝ આપી શકે છે. આવી સ્થિતિમાં તેણે તે વ્યક્તિની તસવીરો મારી પત્ની સાથે શેર કરી છે. 
 
જાણી જોઈને મારી પત્નીની સાથે ફોટો ટ્વીટ કર્યો છે. જો કોઈને સાથે ફોટો પડાવાથી તે ડ્રગ્સ માફિયા હોય છે તો જેમનો જમાઈ ડ્રગ્સ સાથે પકડાયો છે તે શું છે તેમની પાર્ટી શું છે? ત્યારે તેમણે દિવાળીની પહેલા લવંગી બોમ્બ લગાવ્યો છે દિવાળી બાદ હું બોમ્બ ફોડીશ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર