મળી ગઈ ભોલેબાબાની લોકેશન, હાથરસ કાંડ પછી અહીં છુપાયેલો બેસ્યો છે નારાયણ સાકાર

શુક્રવાર, 5 જુલાઈ 2024 (11:54 IST)
Hathras stampede- 2 જુલાઈને હાથરસના ફુલરઈ ગામમાં નારાયણ સાકાર વિશ્વ હરિ ઉર્ફ ભોલેબાબાના સત્સંગ સમાપ્તિ પર નાસભાગ મચવાથી મોટી દુર્ઘટના થઈ હતી તેમાં 121 લોકોની મોત થઈ હતી. દુર્ઘટના પછી ભોલે બાબા ફરાર થઈ ગયુ પોલીસે તેમની શોધમાં ઘણા સ્થાનો પર છાપા માર્યા. પોલીસ એ બાબાને મેનપુરી સ્થિત આશ્રમ પર હોવાની જાણકારી પણ મળી. આશ્રમ પર છાપા મારતા પોલીસને ત્યાં બાબા નથી મળ્યુ. આ વચ્ચે આશરે 1 કલાક સુધી પોલીસ મેનપુરીના આ આશ્રમ પર રહી. પોલીસના મુજબ આશ્રમ પર તેણે 50 થી 60 મહિલાઓ મળી હતી. 
 
દુર્ઘતના પછી પહોંચી ગયો મેનપુરી 
દુર્ઘટના વાળી જગ્યાથી બાબાનો કાફલો મેનપુરી તરફ જતા જોવાયા હતા દુર્ઘટનાના દિવસે ઘટનાસ્થળથી આશરે 500 મીટર દૂર સ્થિત એક પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમરના ફુટેજમાં બાબાનો કાફલો મેનપુરીની તરફ જતા જોવાયા હાતા. દુર્ઘટના પછી જ્યારે પોલીસએ બાબાની વિગતો શોધ્યા બાદ બાબાનું લોકેશન અકસ્માતના દિવસે બપોરે 3 વાગ્યાથી 4.35 વાગ્યા સુધી મૈનપુરીના આશ્રમમાં હોવાનું જાણવા મળ્યું હતું. 4.35 પછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો.
 
6 આરોપીની ધરપકડ મુખ્ય આરોપી પર 1 લાખનો ઈનામ 
હાથરસ નાસભાગ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બાબાના સેવકો અને સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે. ઘટનાનો મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર ફરાર છે. પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં મૈનપુરીના રહેવાસી 50 વર્ષીય રામ લદાઈત, ફિરોઝાબાદના ઉપેન્દ્ર સિંહ યાદવ, મેઘ સિંહ, મુકેશ કુમાર, મંજુ યાદવ અને હાથરસના મંજુ દેવીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો આયોજક સમિતિના સભ્યો છે. તેઓ બાબા માટે દાન એકત્ર કરવા અને ભીડ એકઠી કરવા માટે જવાબદાર હતા તેઓ કાર્યક્રમમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર