24 ઓક્ટોબર 2016, મતલબ સોમવારે મુલાયમ સિંહ યાદવ પરિવાર વચ્ચે ચાલી રહેલ મહાભારતનુ એક વધુ રૂપ જોવા મળ્યુ. જ્યારે મંચ પર જ ચાચા શિવપાલ અને ભત્રીજો અખિલેશ માઈક માટે છિના ઝપટી કરતા જોવા મળ્યા. આટલુ જ નહી બંને વચ્ચે મારમારીની પરિસ્થિતિ ઉભી થઈ. જેમા સિક્યોરિટીએ વચ્ચે પડીને બચાવ કર્યો.
તો શુ એક શ્રાપને કારણે મુલાયમનો પરિવાર વિખરાય રહ્યો છે
જો કે આ પારિવારિક યુદ્ધનો શુ અંત થશે તેના પર કોઈ નિર્ણય થઈ શક્યો નથી. પણ સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક પોસ્ટર વાયરલ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે આ એક સંતનો શ્રાપ છે જે સાચો થઈ રહ્યો છે.