પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગોવાના પ્રવાસ છેલ્લા દિવસે કહ્યું હતું કે પ્રઘાનમંત્રી વઘુ પાવરફૂલ બનશે કેમકે, કોંગ્રેસ રાજનીતીની ગંભીરતાથી નથી લઈ રહી. મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ગોવાનામાં ગઠબંધનાના નિર્ણય ન લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. પણજીમાં પત્રકારોને સંબોધિત કરતાં સમયે મમતાએ કહ્યું કે, કોંગ્રેસ નિર્ણય નથી લઈ શકતી અને તેનું પરિણામ પુરો દેશ ભોગવી રહ્યો છે મમતા બેનર્જીએ કહ્યું, 'હું અત્યારે બધું કહી શકતી નથી, કારણ કે તેમણે રાજકારણને ગંભીરતાથી લીધું નથી. કોંગ્રેસને કારણે મોદીજી વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યા છે, મમતાએ કહ્યું, કોંગ્રેસને પહેલી તક મળી. પરંતુ તેઓ મારા રાજ્યમાં ભાજપને બદલે મારી સામે લડી રહ્યા હતા. TMCએ ગોવામાં તમામ 40 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.