સૂરતની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં તેમની મોદી સરનેમ ટિપ્પણી પર માનહાનિના મામલે બે વર્ષની કેદની સજા સંભળાવી છે. બીજી બાજુ વિપક્ષી દળોએ આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. અ અ દરમિયાન, કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ ગુરુવારે (23 માર્ચ) એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત 'શૂર્પણખા' ટિપ્પણી માટે માનહાનિનો કેસ દાખલ કરશે.
રેણુકા ચૌધરીએ ટ્વીટમા લખ્યુ કે જોઈએ કે હવે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વીટ સાથે પીએમ નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. જેમાં પીએમ મોદીએ રાજ્યસભાના અધ્યક્ષને રેણુકા ચૌધરીને હસવા દેવાનુ કહ્યુ હતુ. તેમણે કહ્યું હતું કે રામાયણ સિરિયલ પછી આજે આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.