ટ્રાંસજેંડર બાળક જનમ્યુ તો તગારીમાં મુકીને નદીમાં વહાવ્યુ, દેવદૂત બનીને લોકોએ બચાવી લીધુ

ગુરુવાર, 6 મે 2021 (16:43 IST)
મથુરાના વૃંદાવનમાં યમુનામાં વહેતા નવજાત માટે  ત્યાંના લોકો  દેવદૂત બનીને સામે આવ્યા છે. પાની ગામના પુલ પાસે ગુરુવારે સવારે એક નવજાત શિશુ યમુના નદીમાં વહેતુ જોવા મળ્યુ છે.   એક કે બે દિવસના નવજાતને એક તગારીમાં મુકીને વહેતુ જોઈને ત્યા રહેતા સ્થાનિક લોકોએ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સાથે સ્થાનિક પોલીસે નવજાતને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડોકટરોએ નવજાતને ઓબ્જર્વેશન હેઠળ રાખ્યું છે. હાલ બાળક સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. 
 
જિલ્લા હોસ્પિટલના તબીબ કે.કે. માથુરના જણાવ્યા અનુસાર, નવજાતના અવિકસિત લિંગને છુપાવવા માટે, તેને તગારીમાં મૂક્યા પછી તેને યમુનામાં વહાવી દીધુ હશે. ડોક્ટરના કહેવા પ્રમાણે, બાળક ટ્રાંસજેંડર છે. તબીબોએ હાલ નવજાતને તંદુરસ્ત બતાવ્યુ છે. તેનું વજન લગભગ 3 કિલો છે. ડોકટરોએ નવજાતને થોડા દિવસો ઓબ્જર્વેશન માટે  હોસ્પિટલમાં રાખવાનું નક્કી કર્યું છે.
 
નવજાત મળવાની માહિતી ચાઇલ્ડ લાઇન સંસ્થાનેઆપવામાં આવી છે. સંસ્થાના કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે ડોક્ટરની દેખરેખ બાદ બાળકને બાળ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યાંથી ચાઇલ્ડ લાઇનને મળશે. સંસ્થાએ પણ ટ્રાન્સજેન્ડર હોવાને કારણે  તેના પરિવારના લોકોએ નવજાતને નદીમાં વહેવડાવી દેવાની આશંકા બતાવી છે. સ્થાનિકોએ દેવદૂત બનીને તેને સાથ આપ્યો છે.  હાલ તે ડોકટરોની દેખરેખ હેઠળ છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર