મહારાષ્ટ્રના ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારનુ વિવાદિત નિવેદન, બોલ્યા સુંદર યુવતીઓ ખેડૂતના પુત્ર સાથે લગ્ન નથી કરતી...

ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (11:11 IST)
devendra bhuyar
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 વચ્ચે અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારના નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે. વરુડ-મોરશી સીટના ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારે એક સભામાં કહ્યું કે ખેડૂતના પુત્રને ઓછી સુંદર કન્યા મળે છે. ધારાસભ્ય અહીંથી ન અટક્યા. તેણે છોકરીઓમાં નંબર વન, નંબર ટુ અને નંબર ત્રીની કેટેગરી પણ જણાવી છે. તમને જણાવી દઈએ કે ભુયારને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સમર્થક માનવામાં આવે છે. ચાલો જાણીએ ધારાસભ્યએ શુ કહ્યુ.  

મહિલાઓનુ કર્યુ વર્ગીકરણ 
ધારાસભ્ય દેવેન્દ્ર ભુઆર એક સભામાં ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ કે જો કોઈ યુવતી સુંદર છે તો તે તમારા અને મારા જેવા વ્યક્તિને પસંદ નહી કરે. પણ તે નોકરી કરનારા વ્યક્તિને પસંદ કરશે. તેમણે કહ્યુ કે જે યુવતીઓ બીજા નંબર પર છે એટલેકે ઓછી સુંદર છે તે કરિયાણાની દુકાન કે પાનની દુકાન ચલાવનારા વ્યક્તિને પસંદ કરશે.  ધારાસભ્યએ કહ્યુ કે ત્રીજા નંબરની એટલે સામાન્ય યુવતી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરવુ પસંદ કરશે. 
 
બાળકો પણ સુંદર પેદા થતા નથી - દેવેન્દ્ર ભુયાર
ધારાસભ્ય દેવેન્દ્ર ભુયાર આટલેથી જ અટક્યા નહોતા. તેમણે વધુમાં કહ્યું કે, માત્ર સૌથી નીચલી કક્ષાની છોકરીઓ જ ખેડૂત પરિવારના છોકરાઓ સાથે લગ્ન કરે છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે આવા લગ્નોથી જન્મેલા બાળકો પણ સુંદર હોતા નથી. દેવેન્દ્ર ભુયારના આ નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે અને વિરોધ પક્ષો તેની ટીકા કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર