સ્વતંત્રતા દિવસના અવસર પર પિકનિક મનાવવા દરમિયાન એક મોટી દુર્ઘટનામાં 2 લોકો પાણીમાં વહી ગયા, જ્યારે કે 45 લોકોને બચાવી લેવામાં આવ્યા. તેમાંથી 5 લોકો હેલિકોપ્ટરથી 40 લોકો દોરડાના મદદથી બચાવી લીધા. ઘટના ગ્વાલિયરની પાસે શિવપુરીના સુલ્તાનગઢમાં બની. જ્યા અનેક લોકો પિકનિક ઉજવવાઅ ગયા હતા. પણ સતત વરસાદથી ત્યા અચાનક પૂર આવી જવાથી લોકો ફંસાય ગયા.
ભારતીય સેનાએ શિવપુરી રેસક્યુ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યુ કે શિવપુરીમાં અચાનક આવેલ પૂરમાં 41 પર્યટક ફસાયા હતા. જેમા રાજ્ય સરકારની રિપોર્ટ મુજબ 2 વહી ગયા. ભારતીય એયરફોર્સે પોતાના રાહત કાર્યમાં 5 લોકોને બચાવ્યા. અંધારુ થયા પછી જો કે બચાવ કાર્યમાં થોડી મુશ્કેલી આવી પણ સુરક્ષાબળની ધીરજ અને સાહસ તેમજ પર્યટકોની હિમંતને કારણે પૂરમાં ફસાયેલા લોકોને બચાવી લીધા.