ભારત હવે સુખોઈ વાળી ભૂલ નહી કરે, લડાકૂ વિમાનની ડીલ પહેલા રૂસ સામે મુકી શરત

ગુરુવાર, 9 માર્ચ 2017 (11:40 IST)
ભારત રૂસ પાસેથી હજારો કરોડમાં સુખોઈ લડાકૂ વિમાન ખરીદ્યા પચેહે પણ આ વિમાનને ખુદ મૈન્યુફેક્ચર ન કરી શક્યુ કારણ કે આ ડીલમાં રૂસે ભારતને મૈન્યુફેક્ચરિંગ માટે જરૂરી ટેકનોલોજી  આપી નથી. હવે પોતાની રક્ષા જરૂરિયાતો માટે ભારત રૂસ પાસેથી નવીનતમ પાંચમા જનરેશનનુ લડાકૂ વિમાન ખરીદવાનુ છે. ભારત સરકારે નિર્ણય કર્યો છે કે આ વખતે તે રૂસ સાથે ડીલ એ શરત પર કરશે કે તે ભારતમાં મૈન્યૂફેક્ચરિંગ માટે જરૂરી બધી ટેકનોલોજી લડાકૂ વિમાનની સાથે આપશે.  
 
 
રક્ષા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ નિર્ણય ટોચના સ્તરેથી લેવાયો છે જેથી કરીને સુખોઇ-30MKI જેટ વિમાનોની ડીલમાં થેયલ ભૂલને ફરીથી દોહરાવી ના પડે. 55717 કરોડ રૂપિયાની સુખોઇ ડીલમાં ભારતની તરફથી સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે રૂસ પાસેથી સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર કરી નહોતી, જો સંપૂર્ણ ટેકનોલોજી આપી હોત તો ભારતની સ્થાનિક સ્તર પર મેન્યુફેકચરિંગ ક્ષમતા વધી હોત. સૂત્રોએ કહ્યું કે રૂસના સહયોગથી તૈયાર થઇ રહેલા 272 સુખોઇ વિમાનોમાંથી અત્યાર સુધીમાં 240નું મેન્યુફેકચરિંગ એચએએલ કરી ચૂકયું છે. જો કે એચએએલ માત્ર એસેમ્બલિંગ કરી રહ્યું છે અને તમામ પાર્ટ્સની આયાત રૂસથી કરાઇ છે. હજુ પણ એચએએલ પોતાના સ્તર પર સુખોઇનું મેન્યુફેકચરિંગ કરી શકયું નથી.
 
એચએએલમાં તૈયાર કરાયેલા એક સુખોઇ એરક્રાફ્ટનો ખર્ચ અંદાજે 450 કરોડ રૂપિયા છે, જ્યારે રૂસથી આયાતી એરક્રાફ્ટમાં 100 કરોડ સુધીનો ખર્ચ ઓછો થઇ રહ્યો છે. રૂસની તરફથી પાંચમી જનરેશનના ફાઇટર એરક્રાફ્ટસની ડીલને લઇને દબાણ કરી રહ્યા છે ત્યારે ભારતનું કહેવું છે કે 127 સિંગલ સીટ જેટ્સ પર 25 અબજ ડોલર સુધીનો ખર્ચ પૂરતો છે કે નહીં. બંને દેશોએ 2007મા આ એરક્રાફ્ટ માટે કરાર પર સહમતિ વ્યક્ત કરી હતી, ત્યારબાદ 2010ની સાલમાં 298 મિલિયન ડોલરનો શરૂઆતની ડિઝાઇનનો કરાર થયો હતો.

વેબદુનિયા પર વાંચો