હવે બ્રિટિશ નાગરિકો માટે પણ મુસાફરીના નવા નિયમ, વૈક્સીન લીધી હોય તો પણ ભારતમાં કોરોના ટેસ્ટ અને ક્વારંટીન જરૂરી - આ છે ભારતનો UK ને જવાબ

શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (18:49 IST)
બ્રિટન  (Britain)ના યાત્રાના નિયમો જોતા હવે ભારતે પણ યુકેના નાગરિકો માટેનવા પ્રવાસ નિયમો રજુ કર્યા છે. નવા નિયમો અનુસાર, રસી લીધા બાદ પણ બ્રિટિશ નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ ઉપરાંત, ભારત આવ્યા પછી ક્વોરેન્ટાઇન રહેવું પણ ફરજિયાત છે.  
 
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે અને યુકેથી આવતા તમામ યુકે નાગરિકોને લાગુ પડશે. આ નવા નિયમો અનુસાર, બ્રિટિશ નાગરિકો પણ ભારત આવે ત્યારે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બ્રિટિશ નાગરિકોને ભલે જે પણ રસી આપવામાં આવી હોય પણ તેમણે RTPCR ટેસ્ટ કરાવીને આવવું પડશે. પછી ભારતમાં પણ ટેસ્ટ કરાવવા પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર