દરેક યુગલને એક ચશ્માથી ન જોશો
આ લગ્ન જોઈને આપ સૌના મનમાં એક જ પ્રશ્ન આવશે કે ડોહાને વૃદ્ધાવસ્થામાં જવાની ફુટી.. પરંતુ દરેકને સમાન નજરથી જોવાને બદલે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દુનિયામાં લોહીના સંબંધો વગર સ્ત્રી સાથે કોઈ પણ પુરૂષ કેટલી પણ પવિત્ર મૈત્રી કેમ ન રાખે લોકો તેના પર કીચડ ઉછાળવાના જ છે. જો આ વડીલે તેમને દિકરી માનીને સાથે રાખી હોત તો પણ લોકોએ તેમના સંબંધોને નામ મુક્યા હોત .. ભારતીય સમાજમાં પતિ-પત્નીનો સંબંધ જ એવો છે જયા સ્ત્રીને દરેક સન્માન અને અધિકાર મળે છે. આ વડીલ વિધવા બેનની સાથે લગ્ન કરીને તેમનો સહારો બનવા માગે છે તો ખોટુ શુ. વિધવાને પણ પુત્રને ઉછેરવામાં મદદ અને સુરક્ષિત છત મળશે અને વડીલને પણ તેમની દેખરેખ માટે એક સાથી મળશે.