જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 6ના મોત, 4 ઘાયલ

સોમવાર, 21 ઑક્ટોબર 2024 (00:06 IST)
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સોનમર્ગના ગગનગીર વિસ્તારમાં રવિવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ આતંકી હુમલો ગગનગીરમાં ઝેડ-મોડ ટનલના કેમ્પ સાઈટ પાસે થયો હતો.... આ વિસ્તારમાં ટનલ બનાવવાનું કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર થયો હતો. આતંકી હુમલા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે....
 
તમામ મજૂરો કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ટનલ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. હુમલા પછી તરત જ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી હુમલાખોરો શક્ય તેટલી વહેલી તકે પકડી શકાય. જે વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો છે તે સીએમ ઓમર અબ્દુલ્લાના મતવિસ્તાર ગાંદરબલ વિધાનસભામાં આવે છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- હું આ હુમલાની સખત નિંદા કરૂં છું અને પીડિત પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ હુમલો દેશના વિકાસમાં ફાળો આપનારાઓ વિરૂદ્ધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર