વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે વરરાજાના મિત્રો પ્રવેશ કરે છે ત્યારે વરરાજા સ્ટેજ પર ઉભા હોય છે. પહેલા વરનો મિત્ર આવ્યો અને કન્યાને અનોખી ભેટ આપીને આગળ વધ્યો. હવે ડાન્સ કરતી વખતે બીજો મિત્ર પહોંચી ગયો અને કન્યાના હાથમાં ઝાડુ આપી દીધું. આ ક્રમમાં ત્રીજા અને પછી ચોથા મિત્રએ પણ રસોડાનો સામાન આપ્યો અને તે જ રીતે અન્ય મિત્રોએ પણ રમુજી ભેટો આપી અને વિચિત્ર ભેટોનો આ સિલસિલો ચાલુ રહ્યો.
ઈન્સ્ટાગ્રામ પર brides_special નામના પેજ પર વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે. કમેન્ટ્સમાં લોકો વરને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે, આ ગિફ્ટ બાદ હવે વર-કન્યાને ઘરની વસ્તુઓ ખરીદવાની કોઈ જરૂર નહીં પડે. કમાવાની જરૂર નથી. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે ,વરરાજાએ તેના લગ્નમાં પણ આવી જ મજાક કરી હશે. તેથી તે વ્યક્તિનો બદલો લઈ રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, આવા મિત્રોને લગ્નમાં આમંત્રણ ન આપવું..! આ સાથે ઘણા યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ કરી હતી.