કોરોનાથી બચવાનો એક જ રસ્તો, 'ફુલ લોકડાઉન' - રાહુલ ગાંધી

મંગળવાર, 4 મે 2021 (11:51 IST)
ગયા વર્ષે કોરોનાની રોકથામ માટે લગાવેલા દેશવ્યાપી લોકડાઉનની આલોચના કરનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે કહ્યુ છે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે હવે 'ફુલ લોકડાઉન'  જ એકમાત્ર રસ્તો બચ્યો છે  રાહુલ ગાંધીએ એ પણ કહ્યુ છે કે ભારત સરકારની નિષ્ક્રિયતાને કારણે માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે. 

 
રાહુલ ગાંધીએ કોરોનાને રોકવા માટે ખરાબ વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે ટ્વીટ કર્યુ, ભારત સરકાર સમજી નથી રહી. આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવાનો એકમાત્ર રસ્તો પૂર્ણ લોકડાઉન છે. ભારત સરકારની નિષ્ક્રિયતાથી અનેક માસૂમ લોકો મરી રહ્યા છે. 
 
વીતેલા અનેક અઠવાડિયાથી રાહુલ ગાંધી કોરોનાને લઈને કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલી રહ્યા છે. સોમવારે પણ કર્ણાટકના જીલ્લા હોસ્પિટલમાં ઓક્સીજનની કમીને કારણે 24 દર્દીઓ માર્યા જવાને રાહુલ ગાંધીએ હત્યા કરાર આપ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન મંગળવારે ભારતમાં કોરોના વાયરસના 3 લાખ 57 હજાર 229 નવા મામલા નોંધવામાં આવ્યા છે. જો કે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. બીજી બાજુ આ દરમિયાન 3 હજાર 449 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર