ઉલ્લેખનીય છે કે રામકિશને આત્મહત્યા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. રામકિશન ગ્રેવાલે નોટમાં લખ્યુ હતુ કે હુ મારા દેશ, માતૃભૂમિ અને જવાનો માટે મારા પ્રાણ ન્યોછાવર કરી રહ્યો છુ. રામકિશનના પુત્રએ જણાવ્યુ કે તેના પિતાએ જાતે જ આ વાતની સૂચના તેને ફોન પર આપી હતી. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મૃતક સૈનિકના પરિવારને મળશે.