સર્વે - 55% લોકોએ માન્યુ નોટબંદીથી બ્લેક મની પર અસર પડી નથી

મંગળવાર, 7 નવેમ્બર 2017 (18:16 IST)
નવી દિલ્હી. દેશના 33 બિન સરકારી સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો કે 55 ટકા લોકોનુ માનવુ છે કે નોટબંધી થી કાળા ધનનો સફાયો નથી થયો અને 48 ટકા લોકોનુ માનવુ છે કે આતંકવાદી હુમલા પર તેનો કોઈ પ્રભાવ નથી પડ્યો. ગયા વર્ષે આઠ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાતના એક વર્ષ પછી દેશની અર્થવ્યવસ્થા પર પડેલા પ્રભાવનો અભ્યસ કરનારા આ સર્વેક્ષણની રિપોર્ટ આજે અહી રજુ કરવામાં આવી. જેમા આ નિષ્કર્ષ સામે આવ્યુ છે. 
 
લોકોને પૂછવામાં આવ્યા 96 પ્રશ્ન 
 
સામાજીક સંગઠન અનહદના નેતૃત્વમાં દેશના 21 રાજ્યોમાં 3647 લોકોના સર્વેક્ષણ દરમિયાન નોટબંધી સાથે જોડાયેલા 96 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પ્રસિદ્ધ સામાજીક કાર્યકર્તા જાન દયાલ, ગૌહર રાજા, સુબોધ મોહંતી અને શબનમ હાશમી દ્વારા આજે અહી રજુ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ.. 
- 26.6 ટકા લોકોનુ માનવુ છે કે નોટબંધીથી કાળા ધનનો સફાયો થયો છે 
- 55.4  ટકા લોકોનુ માનવુ છે કે કાળુ ધન પકડમાં આવ્યુ નથી 
- 17.5 ટકા લોકોએ આના પર જવાબ ન આપ્યો 
-26.3 ટકા લોકોએ મનયુ કે નોટબંધીથી આતંકવાદ ખતમ થઈ જશે 
- 25.3 ટકા લોકોએ કોઈ જવાબ ન આપ્યો 
- 33.2 ટકાએ માન્યુ કે તેનાથી ઘુસપેઠ ઓછી થઈ 
- 45.4 ટકા લોકોએ માન્યુ કે ઘુસપેઠ ઓછી થઈ નથી 
-  22 ટકા લોકોએ જવાબ આપ્યો નહી.  
 
વડાપ્રધાન મોદીનો ગુજરાતની જનતાને ખુલ્લો પત્ર
 
 
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતને ધમરોળી રહ્યાં છે તો બીજી બાજુ ભાજપની આખી ફોજ મેદાનમાં છે. એક તરફ ત્રણ યુવાનોની ટ્રીપુટી ભાજપને હંફાવી રહી છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખુદ કારડિયા રાજપૂત સમાજના નિશાન પર છે. ત્યારે મોદી કોઈ પણ ભોગે આ ચૂંટણી જીતવા માગે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હવે ચલો ઘર ચલે હમ જેવી પંક્તિ હેઠળ લોકોને ઘરે ઘરે જઈને ભાજપની વિકાસ ગાથા ગાઈ રહ્યાં છે. ત્યારે મોદી દ્વારા ફરીએક વાર પ્રચાર કરવાનો એક નવો નુસખો શોધી કાઢ્યો છે.  મોદી પોતાના પક્ષને મજબૂત કરવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. આજે ગુજરાતના ઘરઘરમાં તેમનો આ પત્ર પહોંચતો કરવામાં આવ્યો છે. જેમાં તેમણે સીધા ગુજરાતીઓને પોતાના પક્ષને શા માટે મત આપવો જોઇએ તેના મુદ્દા આગળ કર્યાં છે.
કેમ કરવામાં આવી નોટબંધી 
 
- રિપોર્ટના મુજબ 48.6 ટકા લોકોનુ કહેવુ છે કે કેશલેસ સમાજ બનાવવાનુ પ્રલોભન આપવા માટે નોટબંધી કરવામાં આવી 
- 34.2 ટકા લોકોએ કહ્યુ કે રોકડ રહિત અર્થવ્યસ્થા સારી વાત છે અને સરકારે આ દિશામાં પગલુ ઉઠવ્યુ છે 
- 17 ટકા લોકોને માન્યુ કે અર્થવ્યવસ્થાને રોકડ રહિત બનાવવા માટે જ નોટબંધી કરવામાં આવી. 
 
કોને થયો ફાયદો 
 
- 6.7 ટકા લોકોનુ કહેવુ છે કે નોટબંધીથી સામાન્ય જનતાને ફાયદો થયો 
- 6- ટકા લોકોનુ માનવુ છે કે તેનાથી કોર્પોરેટ જગતને થયો લાભ 
- 26.7 ટકાની નકારમાં નોટબંધીથી સરકારને ફાયદો થયો. 
 
શ્રીમંત નહી ગરીબ લાગ્યા લાઈનમા 
 
સર્વેમાં 65 ટકા લોકોએ માન્યુ કે નોટબંધી દરમિયાન અમીર લોકો બેંકની લાઈનમાં ન લાગ્યા જ્યારે કે નોટબંધીથી 50 ટકા લોકોનો વિશ્વાસ સરકાર પરથી ઉઠી ગયો.  સર્વેક્ષણને તૈયાર કરવામાં વાદા ન તોડો, યુવા, મજદૂર કિસાન વિકાસ સંસ્થાન, આશ્રય, આસરા મંચ, નઈ સોચ, પહચાન, રચના, અધિકાર અભિયાન જેવા અનેક સંગઠનોએ સહયોગ કર્યો છે.  રિપોર્ટમાં એ 90 મૃતકની યાદી પણ છે જે નોટબંધી દરમિયાન મોતના શિકાર બન્યા. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર