ભૂ-વૈજ્ઞાનિકોએ ભૂકંપના ખતરાને જોતાં દેશના વિવિધ હિસ્સાને સીસ્મિક ઝોનમાં વહેંચ્યો છે. સૌથી ઓછો ખતરો ઝોન 2માં અને સૌથી વધારે ખતરો ઝોન 5માં છે. દિલ્હી ઝોન 4માં છે. અહીંયા રિક્ટર સ્કેલ પર 6થી વધુની તીવ્રતાનો ભૂકંપ તબાહી મચાવી શકે છે. ઝોન 4માં મુંબઈ, દિલ્હી જેવા શહેરો છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ગુજરાત, ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારો તથા બિહાર-નેપાળ સરહદના વિસ્તારો પણ તેમાં સામેલ છે. અહીંયા ભૂકંપનો ખતરો સતત રહે છે.