પાર્ટીમાં ચાલી રહેલી ગતિવિધિઓથી દુ:ખી છુ - કેજરીવાલ

મંગળવાર, 3 માર્ચ 2015 (12:08 IST)
આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીમાં આંતરિક વિવાદની સમાચાર વચ્ચે મંગળવારે કહ્યુ કે તેઓ પાર્ટીમાં વર્તમાન દિવસોમાં ચાલી રહેલી ગતિવિધિઓથી ખૂબ દુખી છે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યુ, "પાર્ટીમાં જે કઈ પણ થઈ રહ્યુ છે હુ તેનાથી ખૂબ દુખી છુ. આ દિલ્હીના લોકોએ અમારા પર વિશ્વાસ બતાવ્યો છે તેની સાથે દગાબાજી છે. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યુ, "હુ આ ઝગડામાં નહી પડુ.. પણ દિલ્હી સરકાર ચલાવવા પર ધ્યાન આપીશ.  લોકોના વિશ્વાસને કોઈપણ પરિસ્થિતિમાં તૂટવા નહી દઉ." 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આપ માં દરાર પડવાના સમાચાર આવી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ અનેક મુદ્દા પર કેજરીવાલ સાથે અસહમતિ બતાવી ચૂક્યા છે. તેમનો આરોપ છે કે પાર્ટી એક વ્યક્તિ વિશેષ પર કેન્દ્રિત થતી જઈ રહી છે. બીજી બાજુ કેજરીવાલ જૂથનો આરોપ છે કે આ બધુ તેમને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પર પરથી હટાવવાની કોશિશ હેઠળ થઈ રહ્યુ છે. 
 
પાર્ટીમા આંતરિક વિવાદના સમાચાર વચ્ચે એક અન્ય વરિષ્ઠ નેતા સંજય સિંહે સોમવારે કહ્યુ હતુ કે ચાર માર્ચના રોજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક થનારી છે. જેમા તેના પર ચર્ચા કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યુ હતુ કે જો પાર્ટીમાં કોઈ પ્રકારની અસહમતિ છે તો તેના માટે આંતરિક રૂપે ચર્ચા થવી જોઈએ.. આ રીતે સાર્વજનિક રીતે નહી. 

વેબદુનિયા પર વાંચો