દલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ

સોમવાર, 6 નવેમ્બર 2017 (11:48 IST)
તાજેતરમાં જ નવસારી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દલિતોના 17 મુદ્દાની ચર્ચા થઇ હતી. બીજી તરફ દલિત સમાજના જુદા જુદા સંગઠનોની રવિવારે બપોરે ગીતામંદિર વિસ્તારમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણાંના અંતે 22 મુદ્દાઓ તૈયાર કરાયા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર આ 22 મુદ્દા પૈકી એક દલિતોના વિભાજિત થતાં મતોને બચાવવા માટે કોંગ્રેસે દલિતોની બહુજન સમાજ પાર્ટી તથા બહુજન મુક્તિ પાર્ટી સાથે જોડાણ કરીને બેઠકોની ફાળવણી કરવી જોઇએ તેવું નક્કી કરાયું હતું. આ ઉપરાંત થાનગઢ હત્યાકાંડનો અહેવાલ જાહેર કરવા, ઉના કાંડના પીડિત પરિવારોને સહાય સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર