HBD રાહુલ ગાંધી - 51 વર્ષના થયા રાહુલ ગાંધી, દિલ્હી કોંગ્રેસ સેવા દિવસના રૂપમાં ઉજવશે, વહેંચશે માસ્ક અને ભોજન

શનિવાર, 19 જૂન 2021 (09:15 IST)
આજે કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. આજે રાહુલ ગાંધી 51 વર્ષના થઈ જશે અને આ પ્રસંગે દિલ્હી કોંગ્રેસ રાજધાનીમાં સેવા દિવસ ઉજવશે. સેવા દિવસના દિવસે દિલ્હી કોંગ્રેસના કાર્યકર્તા લોકોને મફત અનાજ અને જરૂરી સામાન વહેચશે. તેમા ફેસ માસ્ક, દવાઓ અને રાંધેલા ભોજનનો સમાવેશ છે. શુક્રવારે પાર્ટીએ આની માહિતી આપી. 
 
દિલ્હી કોંગ્રેસના કાર્યકર્તા નગર નિગમના 271 વોર્ડને મફત અનાજ પ્રાપ્ત કરવા માટે લાઈનમાં લાગેલા લોકોને વહેચશે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અનિલ કુમારના નેતૃત્વ હેઠળ કાર્યકરો માસ્ક, દવાઓ, રાંધેલા ખોરાક, પાણી અને અન્ય જરૂરી ચીજોનું વિતરણ કરશે.
 
દિલ્હી કોંગ્રેસના કાર્યકરો આવતીકાલે રવિવારે પણ સેવા દિવસની ઉજવણી કરશે. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસનું લક્ષ્ય લોકોની સેવા કરવાનું છે અને આજના સમયમાં લોકો અનેક પડકારો જોઈ રહ્યા છે. અનિલ કુમારે એક નિવેદનમાં કહ્યું કે સર્વિસ ડેનું લક્ષ્ય એ લોકો સુધી પહોંચવું છે કે જેમની પર મહામારીની મોટી અસર પડી છે અને આવા લોકોને મદદ પહોંચાડવાની છે. અનિલ કુમારે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ તે લોકોની પાસે પણ જશે જેમણે કોરોનાને લીધે પોતાના સગાઓને ગુમાવ્યા છે અને આવા લોકોને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 3.50 લાખથીથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર