મહારાષ્ટ્રમાં બે અઠવાડિયામાં આવશે ત્રીજી લહેર ? 8 લાખને પાર થઈ શકે છે એક્ટિવ કેસ

ગુરુવાર, 17 જૂન 2021 (17:49 IST)
Covid -19 નો પ્રકોપ હજુ ખતમ થયો નથી. આ દરમિયાન મોટી આશંકા આ વાતને લઈને બતાવાય રહી છે કે બે ચાર અઠવાડિયાની અંદર મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોરોનાની તૈયારીઓને લઈને બનાવેલ ટાસ્ક ફોર્સ સાથે એક મીટિંગ થઈ. આ બેઠકમાં અનેક મહત્વની વાતો નીકળી આવી છે. સ્ટેટ ટાસક ફોર્સે ચેતાવણી આપતા કહ્યુ કે બે થી ચાર અઠવાડિયાની અંદર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ટાસ્ક ફોર્સે એવુ પણ કહ્યુ છે કે આ લહેરની અસર 10 ટકા બાળકો પર પડી શકે છે. 
 
આ બેઠકમાં ખુલાસો થયો હતો કે કોરોના ત્રીજા લહેરના કુલ કેસની સંખ્યા બીજી લહેરના કુલ કેસની સંખ્યાથી બમણી થઈ શકે છે. રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા આઠથી દસ લાખ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ તો એમ પણ કહ્યું છે કે દર્દીઓમાં 10 ટકા સંખ્યા બાળકોની હોઈ શકે છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ આવવાની સાથે હવે મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે આ સમીક્ષા બેઠક યોજાઇ હતી. ટાસ્ક ફોર્સે મુખ્યમંત્રીને કહ્યું છે કે ખૂબ ઝડપથી ફેલનારા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ રાજ્યમાં ત્રીજી લહેર લાવી શકે છે.
 
રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં પ્રથમ લહેર કરતા વધુ કેસ હતા અને તે ડેલ્ટા વેરિઅન્ટને કારણે હતા. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ત્રીજી લહેરમાં તેનાથી પણ વધુ સંખ્યામાં કોરોના કેસ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે  પ્રથમ લહેરમાં રાજ્યમાં 19 લાખ સંક્રમણના કેસ નોંધાયા હતા જ્યારે બીજી લહેરમાં લગભગ 40 લાખ પોઝિટિવ કેસ નોંધાયા. અધિકારીઓએ હવે ચિંતા વ્યક્ત કરી છે કે ત્રીજી લહેરમાં સક્રિય કેસની સંખ્યા 8 લાખની નજીક પહોંચી શકે છે અને તેમા 10 ટકા બાળકો હશે.
 
આ ટાસ્ક ફોર્સના સભ્ય ડો..શશાંક જોશીએ જણાવ્યું કે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને આપણે કોવિડ સામે લડવા જરૂરી ગાઈડલાઈંસનું પાલન કરવું પડશે. ટાસ્ક ફોર્સના સભ્યોએ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રની પરિસ્થિતિ યુકે જેવી  બની શકે છે જ્યાં ત્રીજી લહેરે તબાહી મચાવી દીધી છે. 
 
અધિકારીઓએ ચેતવણી આપી છે કે અનિયંત્રિત ભીડ અને કોરોના નિયમોને નજરઅંદાજ કરવા મતલબ, માસ્ક ન પહેરવો અને સોશિયલ ડિસ્ટેન્સિંગનુ પાલન ન કરવુ ચિંતા વધારી શકે છે. તેમણે એ પણ કહ્યુ કે ટેસ્ટિંગની સંખ્યા પણ ઓછી થઈ છે.  જેનો મતલબ છેકે ઘણા બધા એવા કેસ આવી શકે છે જેના વિશે જાણ પણ ન થઈ શકે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર