કોરોનાથી લોહી ગંઠાવવુ... "વેક્સીનને લઈને કોઈ ડર" છે તો આ સાઈંટિસ્ટની વાત જરૂર સાંભળો

સોમવાર, 20 મે 2024 (11:46 IST)
કોવિડ વેક્સીનને લઈન સતત જુદા-જુદા રીતના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા લોકોના મનમાં કોવિડ વેક્સીનને લઈને જુદા જુદા રીતે ડર બેસેલો છે કોવિશીલ્ડ વેક્સીનને લઈને બધા વિવાદના વચ્ચે તાજેતરના સમાચાર સામે આવ્યા હતા. 
 
આ વેક્સીનને બનાવતી કંપની એસ્ટ્રાજેનેકાએ માન્યુ કે તેની કોવિડ 19 વેક્સીનના કેટલાક સાઈડ ઈફેક્ટસ સામે આવી શકે છે આરોપ આ પણ છે કે કેટલાક લોકોને વેક્સીનના કારણે બ્લ્ડ ક્લાટિંગ (Blood Clotting) એટલે કે લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ થઈ છે. હવે આ બધી બાબતો પર WHO ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.સૌમ્યા સ્વામીનાથન ની પ્રતિક્રિયા સામે આવી છે. 
 
લોકોના મનમાં વેક્સીનને લઈન જે નકારાત્મક અસર પડ્યુ છે તેને લઈને હું ખૂબ ચિંતિંત છુ. જ્યારે પણ કોઈ વેક્સીનને વિકસિત કરાય છે તો તેના અસર અને સુરક્ષાને લઈને પરીક્ષણ ઘણી વખત કરવામાં આવે છે. જો નવી રસી વિકસાવવામાં આવી રહી હોય તો તેના માટે તબક્કા IV સુધી અભ્યાસ કરવામાં આવે છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન, આ રસી માત્ર 30,000-40,000 લોકોને આપવામાં આવી હતી, તેથી કોઈ આડઅસર જોવા મળી ન હતી. પરંતુ જ્યારે આ રસી કરોડો લોકોને આપવામાં આવી ત્યારે લાખોમાંથી 7-8 લોકોમાં કેટલીક નાની આડઅસર જોવા મળી હતી. "જો તમે 10 લાખ લોકોને રસી આપો છો, તો કોવિડને કારણે તમે જે જીવ બચાવો છો તેની સંખ્યા આ આડઅસરો કરતા ઘણી વધારે છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર