રાજનાથ સિંહ બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

સોમવાર, 10 જાન્યુઆરી 2022 (22:45 IST)
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  (BJP National President JP Nadda)હવે કોરોના પોઝિટિવ  (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ટ્વીટમાં તેણે કહ્યું કે શરૂઆતના લક્ષણો જોતાં જ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હવે સ્વસ્થ અનુભવું છું. ડોક્ટરોની સલાહ પર મેં મારી જાતને અલગ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે. 

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ(Union Minister Ajay Bhatt)  પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, ત્યારબાદ તેમણે ખુદને ઘરમાં જ આઈસોલેટ કરી લીધા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. 
 
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ થયા કોરોના પોઝિટિવ  
 
બીજી બાજુ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારેબાદ તેમણે ખુદને ઘરમાં જ  આઈસોલેટ કરી લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે તેમનો કોવિડ  રિપોર્ટ  પોઝીટીવ આવ્યો છે અને વાયરસના હળવા લક્ષણોનો અનુભવી રહ્યા છે.

 
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 1,79,723 નવા કેસ
 
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ સામે આવા છે અને  46,569 લોકો રિકવર થયા છે અને 146 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 3,57,07,727 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા 7,23,619 છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોના મોત થયા છે.  સાથે જ અત્યાર સુધીમાં 3,45,00,172 લોકો સાજા થયા છે. વેક્સીનેશનનો કુલ આંકડો 1,51,94,05,951 થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર