મુંબઈ - ભોપાલ સહિત દેશના આ શહેરોમા આજથી લોકડાઉન, દિલ્હી-UPમાં ચાલુ છે નાઈટ કરફ્યુ, જાણો ક્યા શુ છે બંધ
શુક્રવાર, 9 એપ્રિલ 2021 (09:13 IST)
કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે એક વાર ફરીથી કેટલીક વાતો પર રોક લગાવવામાં આવી છે. દેશમાં ભલે જ હજુ પૂર્ણ લોકડાઉન નથી, પણ રાજ્ય કોરોના પર કાબુ મેળવવા માટે વીકેંડ લોકડાઉન અને નાઈટ કરફ્યુ જેવી સાવધાનીઓના પગલા ઉઠાવી રહ્યુ છે. આજથી મુંબઈ, રાયપુર અને ભોપાલ સહિત દેશના અનેક શહેરોમાં વીકેંદ લોકડાઉનની શરૂઆત થઈ રહી છે. જો કે અનેક શહેરોમાં માર્ચથી જ નાઈટ કરફ્યુ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. પણ હવે સરકારે કોરોના પર કાબુ મેળવવા માટે થોડા સખત પગલા ઉઠાવવા પર મજબૂર થઈ રહ્યા છે. બીજી બાજુ કોરોના પણ રોજ નવા રેકોર્ડ બનાવતુ જઈ રહ્યુ છે. તો ચાલો જાણીએ ક્યા શહેરમાં આજથી શુ શુ બંધ છે અને ક્યા શુ નિયમ છે.
મુંબઈ, પૂણે અને નાગપુર સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વીકેંડ લોકડાઉન
આજથી મુંબઇ, પુણે અને નાગપુર સહિત મહારાષ્ટ્રના તમામ શહેરો અને જિલ્લાઓમાં લોકડાઉન શરૂ થશે. આજે રાતે આઠ વાગ્યાથી લઈને સોમવારે સવારે સાત વાગ્યા સુધી સમગ્ર મહારાષ્ટ્ર વીકએન્ડ લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ હેઠળ રહેશે. આ પ્રથમ સપ્તાહમાં છે જે સંપૂર્ણરીતે લોકડાઉનમાં રહેશે. જરૂરી સેવાઓ સિવાય કોઈ પણને આ સમય દરમિયાન મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ પ્રશાસને પણ આ માટે એક અલગ ગાઈડલાઈન બહાર પાડી છે.
રાયપુર પણ 10 દિવસ માટે બંધ
છત્તીસગઢની રાજધાની રાયપુરને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યુ છે અને તેની સીમાઓ 9 એપ્રિલના રોજ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી સીલ રહેશે. આ દસ દિવસ દરમિયાન ફક્ત જરૂરી સેવાઓની છૂટ આપવામાં આવશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાશે. સરકારી ઓફિસ સહિત તમામ પ્રકારની કચેરીઓ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે.
મધ્યપ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન
આજથી (શુક્રવારથી) મધ્યપ્રદેશના તમામ શહેરોમાં વીકેંડ લોકડાઉન રહેશે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે શુક્રવારે સાંજથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી રાજ્યના તમામ શહેરોમાં લોકડાઉન ચાલુ રહેશે. આ સિવાય ભવિષ્યમાં કેટલીક વધુ કડક કાર્યવાહીનો અમલ પણ થઈ શકે છે.
લોકડાઉન ક્યા ચાલી રહ્યુ છે
છત્તીસગઢના દુર્ગ જીલ્લામાં નવ દિવસોનુ લોકડાઉન છે, જે 6 એપ્રિલથી ચાલુ છે.
ક્યા ક્યા છે નાઈટ કરફ્યુ
દિલ્હી, નોઈડા, ચંદીગઢ, અમદાવાદ, સુરત, રાજકોટ, ગુજરાત, સુંદરગઢ, બારગઢ, ઝારસુગુડા, સંબલપુર, બલાંગીર, નુઆપાડા, કાલાહાંડી, મલકાનગિરી, કોરાપુટ અને નબરંગપુર, રાજસ્થાનમાં જયપુર, લખનૌ, વારાણસી, કાનપુર, પ્રયાગરાજમાં પહેલાથી જ નાઇટ કર્ફ્યુ છે.
બેંગલુરૂમાં 10 એપ્રિલથી નાઈટ કરફ્યુ
કર્ણાટકના બેંગલુરુ સહિત અન્ય જિલ્લાઓમાં 10 એપ્રિલથી નાઇટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. મૈસૂર, મંગલુરુ સહિતના તમામ જિલ્લાઓમાં શનિવારથી નાઇટ કર્ફ્યુ શરૂ થશે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યો છે અને ફરી એક વખત ભયનુ વાતાવરણ ઉભુ કરી રહ્યું છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વર્લ્ડમીટર અનુસાર, ગુરુવારની રાત સુધી 24 કલાકમાં કોરોનાના 1,31,787 નવા કેસ મળી આવ્યા, રોગચાળાની શરૂઆત પછીથી અત્યાર સુધીની સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ છે. આ પહેલા બુધવારે કોરોનાના રેકોર્ડ 1,26,789 નવા મામલા મળ્યા હતા. મંગળવારે પણ નવા સંક્રમિતોની આ સૌથી વધુ સંખ્યા છે. આ પહેલા બુધવારે કોરોનાના રેકોર્ડ 1,26,789 નવા કેસ મળ્યા હતા. મંગળવારે પણ નવા સંક્રમિતોની સંખ્યા 1.15 લાખથી વધુ નોંધવામાં આવી હતી.