બેંગલોરમાં થોડાક જ કલાકમાં વરસાદથી હાલ બેહાલ, રસ્તા બન્યા તળાવ, અનેક સ્થાન પર પૂર જેવી સ્થિતિ

બુધવાર, 18 મે 2022 (12:14 IST)
બેંગલુરૂમાં મંગળવારે ઠંડી હવાઓવાળુ વાતાવરણ અચાનક મુશ્કેલીઓમાં બદલાય ગયુ. વરસાદ પછી થયેલા પાણી ભરાય જવાથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.  રહેવાસી વિસ્તારમાં પાણી ભરાય ગયુ છે. રસ્તા પર ઉભી રહેલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક વિસ્તારોમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. 
સોશિયલ મીડિયા પર લોકોએ જે વીડિયો અને ફોટો નાખ્યા છે તેમા હાલતની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. એક વીડિયોમાં દેખાય રહ્યુ છે કે એક મર્સિડિઝ પાણીમાં અડધી ડૂબી ગઈ છે. તેના બે પૈડા હવામાં છે. અનેક સ્થાન પર કાર, બસ અને અન્ય વાહન પાણીમાં અટવાય ગયા છે. પાણી ભરાય જવાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ  ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ વરસાદ એટલો મુશળધાર હતો કે શહેરના મોર્યા રોડ પર 4 ફુટ, ચિકપેટ સુલ્તાનપેટ અને નાગાર્થપેટમાં 3-3 ફુટ પાણી ભરાય ગયુ. સિરસી સર્કલ ફ્લાઈઓવરમાં પણ પુષ્કળ પાણી ભરાય ગયુ. જયનગર, શિવાજી નગર. મહાલક્ષ્મીનગર, જેસી નગર, જેજેઆર નગર વગેરે તમામ નીચલા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘુસી ગયુ. 
ભારે વરસાદની અસર બેંગલુરુ મેટ્રો પર પણ પડી. આંધી વાવાઝોડાને કારણે ગ્રીન લાઈનના મંત્રી મૉલ સ્ટેશન પર વીજળી ગુલ થઈ  ગઈ. ટ્રાંસફોર્મર ટ્રિપ થઈ જવાથી થોડીવાર માટે મેટ્રો સંચાલન રોકવુ પડ્યુ. પર્પલ લાઈન પર પણ ટ્રેનોની અવરજવર પર અસર પડી. જો કે પછી ટ્રેનોનુ સંચાલન શરૂ કરવામાં આવ્યુ. ખરાબ વાતાવરણની અસર વિમાન સેવાઓ પર પણ પડી. રાજમુંદરી અને કલકત્તાની બે ફ્લાઈટને ચેન્નઈ ડાયવર્ટ કરવી પડી.

કર્ણાટકમાં  હવામાન વિભાગે ભારે વરસાદને લઈને પહેલા જ ચેતવણી આપી હતી.   કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર આંડમાન અને નિકોબાર સુધી પહોંચવાના કારણે ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વિભાગે આ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર