નોટ બંદીના નિર્ણય પછી આખા દેશમાં અફરા-તફરીનુ વાતાવરણ છે. બેંકો અને એટીએમની બહાર વહેલી સવારથી લઈને મોડી રાત સુધી લાઈનો જોવા મળી રહી છે. આવામાં તે લોકો વધુ પરેશાન છે જેમના ખાતામાં પોતાની રકમની યોગ્ય માહિતી નથી. તેઓ એ.ટી.એમની લાઈનમાં શંકા સાથે ઉભા છે કે ખબર નહી મારા ખાતામાં પૈસા છે કે નહી.