જ્યોતિષિયો પર પણ નારાજ થયુ EC, ચૂંટણી પરિણામોની ભવિષ્યવણી કરી તો ખૈર નહી

શુક્રવાર, 31 માર્ચ 2017 (10:04 IST)
ચૂટણી આયોગે આજે વ્યવસ્થા આપી કે જ્યારે એક્ઝિટ પોલના પરિણામ બતાડવા પર રોક છે તો આવા સમયમાં જ્યોતિષિયો અને ટૈરો રીડરોની તરફથી ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવી કાયદાનું ઉલ્લંઘન છે. આયોગે પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને કહ્યુ કે તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી કરાવવા માટે પ્રતિબંધના સમય દરમિયાન એવા કાર્યક્રમોનુ પ્રકાશન-પ્રસારણ નહી કરે. 
 
મીડિયા સંગઠનોને મોકલેલા એક પરામર્શમાં આયોગે જનપ્રતિનિધિત્વ કાયદાની દહરા 126-એનો ઉલ્લેખ કર્યો. જેમા કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી પંચની તરફથી આપેલ નિર્દેશ મુજબ આ સમય દરમિયાન કોઈ વ્યક્તિ પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોઈ એક્ઝિટ પોલ નહી કરે અને ન તો તેના પરિણામોને પ્રકાશિત પ્રસારિત કરશે અને ન તો કોઈ અન્ય રીતે વિતરિત કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ ગોવા અને મણિપુરની વિધાનસભાઓના ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ પર પ્રતિબંધનો સમય ચાર ફેબ્રુઆરીની સવારે સાત વાગ્યાથી લઈને નવ માર્ચ સાંજે 5.30 વાગ્યે હતી. 

વેબદુનિયા પર વાંચો