Bihar માં 2 દિવસથી ખોવાયેલો 11 વર્ષનો બાળક પુલના પિલર નીચે ફંસાયેલો મળ્યો, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, વાંસથી અપાય રહ્યુ છે ભોજન અને પાઈપથી ઓક્સીજન
આ પુલ નસરીગંજ દાઉદનગરમાં છે. બાળકની ઓળખ ખીરીયાવ ગામના રંજન કુમાર તરીકે થઈ છે. તે પુલના પીલર નંબર 1 અને સ્લેબ વચ્ચે ઊંડે સુધી ફસાઈ ગયો છે. એક મહિલાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પછી, બુધવારે (7 જૂન, 2022) બપોરે, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા.