Covid Variant FliRT - ભારતમાં આવ્યો કોરોનાનો નવો વેરિએંટ, જાણો તેના લક્ષણ, લોકો માટે કેટલો ઘાતક છે આ વાયરસ
Covid New Variant FliRT - કોરોનાનુ નામ સાંભળતા જ લોકોની જૂની યાદો તાજી થઈ જાય છે. દુનિયા આ દર્દમાંથી હજુ સુધી છુટકારો મેળવી શકી નથી. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે ભારતમાં ગયા વર્ષે નવેમ્બર 2023થી જ કોરોનાનો નવો વેરિએંટ KP.2 લોકો વચ્ચે આવી ચુક્યો છે. આ વાયરસને FliRT નામ આપવામાં આવ્યુ છે. કોરોનાના આ નવા વેરિએંટને અમેરિકા, બ્રિટન અને દક્ષિણ કોરિયામાં કોવિડના વધતા મામલાને આ નવા વેરિએંટ FliRT સાથે જોડવામાં આવી રહ્યો છે.
આ કારણે વધુ ખતરનાક છે આ નવો વેરિએંટ
આ નવા વાયરસની વધુ અસર ભારતમાં હાલ JN.1 ની છે. તેના આંકડા બતાવે છે કે આ વેરિએંટના ભારતમાં 679 કેસ એક્ટિવ છે. આ આંકડા 14 મે સુધીના છે. કોરોનાનો નવો વેરિએંટ FliRT એટલા માટે વધુ ઘાતક છે કારણ કે અગાઉ કોવિડ દરમિયાન જે ઈમ્યુનિટી બુસ્ટર લાગ્યો છે એ તેનાથી પણ બચવાની ક્ષમતા રાખે છે. હાલ તો બધા ડોક્ટરો તેના પર નજર રાખી રહ્યા છે.