જયલલિતા વિશે જાણવા જેવુ - એક સમયે જયલલિતાને જોવા મચેલી ભગદડમાં મર્યા હતા 50 લોકો

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (06:08 IST)
- જયલલિતાએ 17ની વયમાં લીડ એક્ટ્રેસના રૂપમાં પહેલી ફિલ્મ વેનિરા અડાઈ કરી 
- ત્યારબાદ તેમણે અનેક ઓફર આવવા શરૂ થઈ ગયા. પણ જયલલિતા ઈચ્છતી હતી કે તે અભ્યાસ ચાલુ રાખીને વકીલ બને. તેમની મા પણ એ જ ઈચ્છતી હતી. 
- ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે ફિલ્મોમાં એક્ટિંગ કરવુ જયલલિતાની મજબૂરી બની ચુકી હતી. 
- તેણે તેમા તત્કાલ અને સારી રકમ મળી જતી હતી. પછી ફિલ્મોમાં જયલલિતાનુ કેરિયર બની ગયુ. 
 ફૈન ફોલોઈંગના મામલે જયલલિતા દેશના પસંદગીના વ્યક્તિઓમાંથી એક છે. જયલલિતાને જોવા માટેને જોવા માટે ખૂબ ભીડ થઈ રહી છે. આવી જ એક ઘટના 1992ની છે જ્યારે ભાગદોડમાં 50 લોકો માર્યા ગયા હતા. 
- જયલલિતા એ સમયે ફક્ત 2 વર્ષની હતી જ્યારે તેમના પિતાનુ નિધન થયુ 
- તેમની મા વેદાવલ્લી (ફિલ્મોમાં નામ સંધ્યા) અન્નના એક દાણા માટે બીજા પર નિર્ભર થઈ ગઈ
- એ સમયે તેમણે જયલલિતાના પાલપોષણ માટે તેને પોતાની બહેન પાસે બેંગલુરુમાં છોડીને તેની મા કામની શોધમાં મૈસૂરથી મદ્રાસ જતી રહી. 
- જયલલિતાના જન્મ પછી તેને જે નામ મળ્યુ હતુ તે કોમલાવલ્લી હતુ. પણ જ્યારે તે મૈસૂરમાં પોતાના દાદાના ઘરમાં રહેતી હતી તો તેને જયલલિતા નામ મળ્યુ. 
- ઉલ્લેખનીય છે કે તેના દાદાના બે ઘર હતા. જેમણે જયા વિલાસ અને લલિતા વિલાસ કહેવામાં આવતા હતા. આ રીતે બંનેની આગળ શબ્દ જોડીને તેનુ નામ જયલલિતા રાખવામાં આવ્યુ. 

- જયલલિતાનો એક ભાઈ જયકુમાર પણ હતો. બીમારીઓને કારણે તે બહેન અને નોકરો પર ખૂબ વધુ ડિપેંડ હતો. 
- પિતાના મર્યા પછી અને ફિલ્મોમાં આવતા પહેલા જયા ભાઈનો ખૂબ ખ્યાલ રાખતી હતી. પણ પોલિટિક્સમાં આવ્યા પછી હાલત બદલાય ગયા. 
- જયાએ ભાઈ સાથેના સંબંધો તોડી નાખ્યા. તેણે પત્ની બાળકો સહિત નવા ઘરમાં શિફ્ટ થવુ પડ્યુ 
- જો કે તેણે ભાઈ સાથે સંબંધો કેમ તોડ્યા તેને લઈને કોઈ ચોખવટ નથી. 
 
- જયાએ પોતાના કેરિયરના શરૂઆતના સમયમાં જ હુમલાનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતા પર આવેલ એક પુસ્તક અમ્મા ના મુજબ આ ઘટના મૈસૂરમાં બની. 
- એક ન્યૂઝ આર્ટિકલમાં જયાએ કહ્યુ કે હુ ખુદ તો કર્ણાટકની નથી તમિલ માનુ છુ. કારણ કે મારી મા તમિલનાડુથી છે. 
- આ વાંચીને કર્ણાટકના કેટલાક રાજનીતિક સંગઠબ ભડકી ગયા. મૈસૂરમાં જયાની પ્રથમ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ હતુ. લોકોની ભીડ  ત્યા પહોંચી. જ્યાને ગાળો બોલવા માંડી. 
- જયા કન્નડ ભાષામાં બોલી 'હુ તમિલ છુ અને એ જ રહીશ. હવે જાવ અહી હુ માફી નહી માંગુ. 
- ત્યારે પોલીસ આવી અને મામલો થાળે પડ્યો. બીજા દિવસે તમિલ છાપામાં જયા શૂટિંગના પહેલા દિવસે થયેલ આ કાંડને કારણે ચર્ચામાં હતી. 

- જયાએ પોતાના કેરિયરના શરૂઆતના સમયમાં જ હુમલાનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતા પર આવેલ એક પુસ્તક અમ્મા ના મુજબ આ ઘટના મૈસૂરમાં બની. 
- એક ન્યૂઝ આર્ટિકલમાં જયાએ કહ્યુ કે હુ ખુદ તો કર્ણાટકની નથી તમિલ માનુ છુ. કારણ કે મારી મા તમિલનાડુથી છે. 
- આ વાંચીને કર્ણાટકના કેટલાક રાજનીતિક સંગઠબ ભડકી ગયા. મૈસૂરમાં જયાની પ્રથમ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ હતુ. લોકોની ભીડ  ત્યા પહોંચી. જ્યાને ગાળો બોલવા માંડી. 
- જયા કન્નડ ભાષામાં બોલી 'હુ તમિલ છુ અને એ જ રહીશ. હવે જાવ અહી હુ માફી નહી માંગુ. 
- ત્યારે પોલીસ આવી અને મામલો થાળે પડ્યો. બીજા દિવસે તમિલ છાપામાં જયા શૂટિંગના પહેલા દિવસે થયેલ આ કાંડને કારણે ચર્ચામાં હતી. 
-1989માં તમિલનાડુ વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ. પણ કોંગ્રેસના સભ્યએ સ્પીકર પાસે જયા પર લાગેલ કોઈ આરોપ પર ચર્ચા કરવાની અનુમતિ માંગી.  સ્પીકરે તેને રદ્દ કરી નાખ્યુ. 
-  ત્યારબાદ વિધાનસભામાં મારપીટ શરૂ થઈ ગઈ અને સદન સ્થગિત થઈ ગયુ. જેવુ જ જયલલિતા સદનમાંથી નીકળવા માટે તૈયાર થઈ. એક ડીએમકે સભ્યએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. 
- તેમણે તેની સાડી એ રીતે ખેંચી કે તેનો પાલવ પડી ગયો જયલલિતા જમીન પર પડી ગઈ. 
-ત્યારથી જયાએ સોગંધ ખાધા કે તે સદનમાં ત્યારે પગ મુકશે જ્યારે તે મહિલાઓ માટે સુરક્ષિત બનશે. મતલબ સીએમ બન્યા પછી જ પરત આવશે. 
- તેની બીજી જ ફિલ્મમાં જયાને તત્કાલીન તમિલ સુપરસ્ટાર એમજી રામચંદ્રન સાથે કામ કરવાની તક મળી હતી. 
- એકવાર થાર રેગિસ્તાનમાં શૂટિંગ દરમિયાન રેતી એટલી ગરમ હતી કે જયલલિતા તેના પર ચાલી શકતી નહોતી 
- જયાએ એક મેગેઝીનમાં લખ્યુ કે મારા પગમાં કોઈ ચપ્પલ કે જૂતા નહોતા. મારા પગ લાલ થઈ ગયા હતા 
- હુ કશુ પણ કહી શકતી નહોતી. ત્યારે એમજીઆરે પાછળથી આવીને મને ખોળામાં ઉઠાવી લીધી. તેઓ મારી પરેશાનીને સમજી ગયા હતા. 
- સત્તામાં આવતા 21 જૂન 2001ના રોજ જયલલિતાએ પોતાના રાજનીતિક પ્રતિદ્વંદી કરુણાનિધિને રાત્રે બે વાગ્યે ઘસડીને જેલમાં નાખી દીધા હતા. 
- કેમેરામાં કેદ આ ઘટનાની તસ્વીરોએ આખા દેશમાં જેના પર ખૂબ હંગામો થયો. 
- પછી કરુણાનિધિને મુક્ત કરવામાં આવ્યા. 2001માં જ જયલલિતાએ મોટો નિર્ણય લેતા તમિલનાડુમાં લોટરીની ટિકિટ પર રોક લગાવી દીધી. 
 
-કોંગ્રેસ નેતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે પણ જયલલિતાના સંબંધ ઉતારચઢાવ ભર્યા રહ્યા. જ્યારે તેમણે પાર્ટીમાંથી કાઢી નાખવાનો ભય હતો ત્યારે તેમણે રાજીવ પાસે મદદ લઈને તેને ટાળી. 
- પણ જ્યારે એકવાર રાજીવ સાથે વાત કરવાની તેમની કોશિશ નિષ્ફળ રહી તો તેમણે કહ્યુ, જે વ્યક્તિ સાઢા દસ વાગ્યે ફોન પર ન મળી શકે તે દેશનો પ્રધાનમંત્રી કેવી રીતે રહી શકે છે. 
- આ અગાઉ તેમને કિસ્મતનો પણ સાથ મળ્યો. 
1992 જયલલિતાએ કુમ્બકોનમના મહામકામ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તેને દક્ષિણ ભારતના કુંભ મેળો પણ કહેવામાં આવે છે. જેમા જયલલિતાએ પણ પરંપરા મુજબ ધાર્મિક સ્નાન કર્યુ હતુ. તેને જોવા માટે લાખો લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન મચેલી ભગાદડમાં 50 લોકો માર્યા ગયા. જ્યારે કે સેંકડો ઘાયલ થયા હતા. 
 
 
પટૌડીની ફેન હતી જયલલિતા 
 
ક્રિકેટર મંસૂર અલી ખાન પટોડીની મોટી ફેન હતી. 1998માં આઉટલુક મેગેઝીનને આપેલ ઈંટરવ્યુમાં ખુદ જયલલિતાએ માન્યુ હતુ. 
અજીત પિલ્લઈ અને એએસ પેન્નિસેલવમને આપેલ ઈંટરવ્યુમાં જયલલિતાએ કહ્યુ હતુ, "હુ ક્રિકેટ મેચમાં દૂરબીન લઈને જતી હતી અને ફક્ત અને ફક્ત પટૌડીને જોતી રહેતી હતી. આ ઉપરાંત હુ નારી કૉંટ્રેક્ટરની ફેન પણ હતી અને રૉક હડસનની ફોટોઝ પણ કલેક્ટ કરતી હતી. 
 
જયલલિતાના નામે ગિનીઝ બુકનો એક રેકોર્ડ પણ નોંધાયો છે. - લગ્નનુ સૌથી મોટુ રિસેપ્શનને હોસ્ટ કરવાનો. 1995માં જ્યારે એ પહેલીવાર મુખ્યમંત્રી બની હતી. ત્યારે તેમણે દત્તક પુત્ર સુધાકરણનુ લગ્ન ખૂબ શાહી અંદાજમાં કર્યુ હતુ. ભવ્ય રિસેપ્શનમાં 1.50 લાખ મહેમાન આવ્યા હતા. જેને ગિનીઝ બુકે નોંધાવી હતી. આ રિસેપ્શન ચેન્નઈના 50 એકરમાં પહેલા મેદાન પર થયુ હતુ. 
 
10 સપ્ટેમ્બર 1995ના રોજ ew Work times ने For Indian Politician, An Opulent Wedding Means Political Bliss ના શીર્ષકથી આ રિસેપ્શનને મહારાજાઓવાળી શાનોશૌકતવાળો કરાર આપ્યો હતો. 
 
ફક્ત એક રૂપિયો પગાર લેતી હતી 
 
જયલલિતા પર હમેશા આવકથી વધુ સંપત્તિનો આરોપ લાગ્યો. આવા જ મામલામાં તેને એકવાર જેલમાં પણ જવુ પડ્યુ. પણ જયલલિતા જયરે પહેલીવાર મુખ્યમંત્રી બની ત્યારે તેણે જાહેરાત કરી હતી કે તે સેલેરીના રૂપમાં ફક્ત એક રૂપિયો જ લેશે. જયલલિતાએ કહ્યુ હતુ કે આવક માટે મારી પાસે બીજા પણ સોર્સ છે. જેને કારણે મને વધુ પૈસાની જરૂર નથી તેથી હુ 1 રૂપિયો જ લઈશ્ 
 
ગવર્નર પર Misbehaveનો આરોપ 
 
જયલલિતા સાથે જોડાયેલ તમિલનાડુ વિધાનસભાનો એ કિસ્સો સૌને યાદ હશે જ્યારે જયલલિતએ ડીએમકેના ધારાસભો પર તેમના કપડા ઉતારવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. આવુ જે એકવાર 1992માં મુખ્યમંત્રી રહેતા જયલલિતાએ એવુ કહીને હંગામો મચાવ્યો હતો કે તત્કાલીન ગવર્નર એમ ચેન્નારેડ્ડીએ તેની સાથે Misbehave કર્યુ. આ આરોપ પછી ચેન્નારેડ્ડીની સાખને ખૂબ નુકશન થયુ.  ઉલ્લેખનીય છે કે એનડી તિવારી પછી ચેન્નારેડ્ડી જ એવા બીજા ગવર્નર થયા જેમના પર રાજભવનની અંદર અનૈતિક ગતિવિધિયો કરવાનો આરોપ લાગ્યો. 
 
નોકરીની જુબાની બની જેલ જવાનુ કારણ 
 
જયલલિતા અને શશિકલાને જેલ પહોંચાડવામાં તેમના એક નોકરની જુબાનીની મુખ્ય ભૂમિકા હતી. આ હતી જયલલિતાના ચેન્નઈ સ્થિત રહેઠાણ પર કામ કરનારા જયરામન. તેમણે કોર્ટને ગવાહી આપી હતી કે શશિકલાના કહેવાથી તે રોજ જયલલિતાના ઘરે નોટોથી ભરેલી બેગ બેંક લઈ જતી હતી. જ્યા જયલલિતા અને શશિકલાની ફર્મના એકાઉંટ હતા. બેંકમાં પૈસા જમા કરવાનરા જયરામનો બીજો સાથી રામ વિજયન કોર્ટમાં  સાક્ષી આપ્યા વગર જ મરી ગયો. આ જ આધાર પર વકીલોને આ સાબિત કરવામાં ખૂબ મદદ મળી કે જયલલિતાએ ભ્રષ્ટાચાર દ્વારા પૈસા કમાવ્યા. 

વેબદુનિયા પર વાંચો