સર્વે - દેશભરમાં મોદીનો જાદુ યથાવત, 78 ટકા લોકોએ મોદી સરકારની પ્રશંસા કરી
શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (10:04 IST)
ઈંડિયા ટુડે ગ્રુપના સર્વે દ્વારા એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જો આજે ચૂંટણી થાય તો કેવી તસ્વીર સામે આવશે. સર્વેમાં એ વાત સામે આવી છે કે 78 ટકા લોકોએ પીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટની પ્રશંસા કરી છે. 51 ટકા લોકોએ મોદીના કામકાજને સારુ માન્યુ છે.
ઈંડિયા ટુડે ગ્રુપે HANSA RESEARCH ની સાથે આ સર્વે કર્યો. સર્વે 3 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ દરમિયાન 108 લોકસભા ક્ષેત્રોમાં કરવામાં આવ્યો. આ દરમિયાન 29 રજયોના 12430 લોકો સાથે વાતચીત કરવામાં આવી. સર્વેમાં સામેલ મુખ્ય પ્રશ્ન અને લોકોના જવાબ નીચે રજુ કરવામાં આવ્યા છે.
પીએમ મોદીનુ કામકાજ કેવુ ?
પ્રશ્ન પૂછવામા આવ્યો કે પીએમ મોદીનુ કામકાજ કેવુ છે ? 10 ટકા લોકોએ કહ્યુ ખૂબ સારુ 51 ટકા લોકોએ કહ્યુ સારુ અને 28 ટકા લોકોએ કહ્યુ ઠીકઠાક જ્યારે કે 6 ટકા લોકોએ તેને ખૂબ જ ખરાબ કહ્યુ છે.
મોદીની પ્રાથમિકતા ?
જ્યારે લોકોને મોદીની પ્રાથમિકતાને લઈને સવાલ કર્યો તો 18 ટકા લોકોએ મોંઘવારી 22 ટકા લોકોએ ભ્રષ્ટાચાર 9 ટકા લોકોએ મહિલા સુરક્ષા જ્યારે કે 23 ટકા લોકોએ ગરીબી નો જવાબ પસંદ કર્યો.
મોદીની ઓળખ ?
સર્વેમા સામેલ લોકોને જ્યારે પુછવામાં આવ્યુ કે મોદીની ઓળખ આજે કયા રૂપમા થય છે તો 46 ટકા લોકોએ વિકાસ, 24 ટકા લોકોએ સુશાસન, 9 ટકા લોકોએ હિન્દુ રાષ્ટ્રવાદ જ્યારે કે 4 ટકા લોકોએ સાંપ્રદાયિક્તાનો ચશ્મો જોવા મળ્યો એવુ કહ્યુ.
કેવી છે મોદીની કેબિનેટ ?
મોદીની કેબિનેટ વિશે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં 78 ટકા લોકોએ તેને સારી જ્યારે કે 9 ટકા લોકોએ તેને ખરાબ કહી
મોદી રાજમાં મંત્રી બિનજરૂરી ?
સર્વેમાં સામેલ 48 ટકા લોકોએ મોદી રાજમાં મંત્રીઓને બિનજરૂરી ગણાવ્યા. જ્યારે કે 37 ટકા લોકોએ આનાથી વિરુદ્ધ જવાબ આપ્યો.
મોદી RSSના ઈશારા પર ચાલશે ?
સવાલ પુછવામાં આવ્યો કે શુ મોદી સંઘના ઈશારે ચાલશે તો 47 ટકા લોકોએ કહ્યુ કે તેઓ પોતાના વિચાર મુજબ નિર્ણય લેશે. 12 ટકા લોકોએ કહ્યુ કે RSSનો કંટ્રો રહેશે જ્યારે કે 31 ટકા લોકોએ કહ્યુ કે તેઓ વચ્ચેનો રસ્તો અપનાવશે.
મોદી રાજમાં હિન્દુ રાષ્ટ્રવાદ વધ્યો ?
31 ટકા લોકોનુ માનવુ છે કે મોદી રાજમાં હિન્દુ રાષ્ટ્રવાદ વધ્યો છે જ્યારે કે 61 ટકા લોકોએ આનાથી ઈંકાર કર્યો છે.
તમે કેટલા સુરક્ષિત છો ?
પ્રશ્ન પુછવામાં આવ્યો કે શુ તમે મોદી રાજમાં ખુદને સુરક્ષિત માનો છો તો 76 ટકા લોકોએ તેનો જવાબ હા મા આપ્યો અને 19 ટકા લોકોએ ના કહ્યુ.
બીજેપીનુ કામકાજ કેવુ ?
મોદી રાજમાં બીજેપીનુ કામ કેવુ છે આ પુછતા 68 ટકા લોકોએ સારુ કહ્યુ 20 ટકા લોકોએ સરેરાશ અને 2 ટકા લોકોએ ખૂબ સારુ કહ્યુ. જ્યારે કે 5 ટકા લોકોએ ખૂબ જ ખરાબ કહ્યુ.
જો આજે યુપીમા ચૂંટણી થાય્...
જો આજે યુપીમા ચૂંટણી થાય તો ત્યાની 80માંથી 76 સીટો પર એનડીએ બાજી મારશે. યુપીએ અને એસપીને માત્ર 2-2 સીટોથી સંતોષ કરવો પડશે.
જો મહારાષ્ટ્રમાં ચૂંટણી થાય..
જો મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી થાય તો એનડીએને 30 સીટો મળશે. મતલબ 12 સીટોનુ નુકશન ઉઠાવવુ પડશે. યુપીએને 17 સીટો મળશે નએ તેને 11 સીટોનો ફાયદો થશે.
બિહારમાં એનડીને ફાયદો
જો આજે બિહારમાં ચૂંટણી થાય છે તો એનડીએને 4 સીટોનો ફાયદો થશે અને તેને 35 સીટો મળશે. યુપીને 5 સીટોનું નુકશાન ઉઠાવવુ પડશે અને તેને માત્ર 4 સીટો મળશે.
જો ઝારખંડમાં આજે ચૂંટ્ણી થાય તો..
જો આજે ઝારખંડમાં ચૂંટણી થાય તો એનડીએને 13 સીટો મળશે જ્યારે કે યુપીએને માત્ર 1 સીટ જ મળી શકશે.
હરિયાણામાં પણ એનડીએને ફાયદો
જો આજે હરિયાણામાં ચૂંટ્ણી થાય તો એનડીએને 1 સીટનો ફાયદો થશે અને તેને 8 સીટો મળશે. યુપીએ પોતાની એકમાત્ર સીટ પણ ગુમાવશે. અન્યના ખાતામાં 2 સીટો જશે.
દિલ્હીમાં એનડીને થશે નુકશાન
જો દિલ્હીની વાત કરવામાં આવે તો એનડીએને 2 સીટોનુ નુકશાન થશે અને તેઓ 5ના આંકડા પર પહોંચી જશે. આમ આદમી પાર્ટીને 2 સીટોનો ફાયદો થશે.
જો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થાય તો..
જો આજે પં બંગાળમાં ચૂંટણી થશે તો એનડીએને 2 સીટોનો ફાયદો થશે અને તે 4 સીટ સુધી પહોંચી જશે. યુપીએને 5 સીટો જ્યારે કે ટીએમસીને 31 સીટો મળશે.
પંજાબના રિઝલ્ટમા કોઈ ફેરફાર નહી.
જો આજે પંજાબમાં ચૂંટણી થાય છે તો ત્યાના રિઝલ્ટમાં કોઈ ફેરફાર નહી આવે. મતલબ એનડીએ 6, યુપઈએ 3 અને AAP 4 સીટ મળશે.