જવાહિરીના એલાન પછી દેશભરમાં એલર્ટ રજૂ

ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2014 (13:46 IST)
. ભારતીય ઉપમહાદ્વીપમાં જિહાદ શરૂ કરી શરીયત લાગૂ કરવાના અલ કાયદા પ્રમુખના એલાન પછી દેશભરમાં એલર્ટ રજૂ કરી દેવામાં આવ્યુ છે.  અલ કાયદાના ચીફ અયમાન અલ જવાહિરીના વીડિયોની સામે આવ્યા પછી ગૃહ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આઈબી અને રૉ પ્રમુખોની સાથે બેઠક કરી અને સુરક્ષા પર માહિતી આપી.  
 
આતંકી સંગઠન અલ કાયદાની નજર હવે ભારત પર છે. ભારતમાં આતંક ફેલાવવા માટે દુનિયાના સૌથી ખુંખાર આતંકી સંગઠન અલ કાયદાએ એક નવી શાખાને જન્મ આપ્યો છે. 
 
અલ કાયદાના મુખિયા અલ જવાહિરીએ એક વીડિયો રજૂ કરી કહ્યુ છે કે તે ભારત, મ્યાંમાર અને બાંગ્લાદેશમાં પોતાના પગ પસારવા માટે નવી શાખા બનાવી રહ્યુ છે.  જવાહિરીના આ સંદેશમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમા તેઓ કાશ્મીર,અમદાવાદ અને આસામમાં આતંકી ગતિવિધિઓને વધારવા માંગે છે. 
 
55 મિનિટના આ ઓનલાઈન વીડિયોમાં આ આતંકી સંગઠને ભારતીય ઉપમહાદવીપમાં પોતાની ગતિવિધિયો અને જેહાદને વધારવાની ઈચ્છા જાહીર કરી છે.  જવાહિરીએ વીડિયોમાં ઉપમહાદ્વીપમાં પોતાની ગતિવિધિયો વધારવાને મુસ્લિમો માટે ખુશ થવાની તક બતાવી છે. તેમનુ કહેવુ છે કે સંગઠબ બર્મા, બંગલાદેશ અને કાશ્મીરના મુસલમાનોને અન્યાય અને અત્યાચારથી બચાવશે. 
 
અફગાનિસ્તાને તાલિબાન નેતા મુલ્લા ઉમરના પ્રત્યે પણ આ વીડિયોમાં નિષ્ઠા બતાવી છે. જવાહિરીએ વીડિયોમાં ઈલ્સામિક સ્ટેટ આતંકવાદી સંગઠનને અલકાયદાની પ્રભુતાને પડકાર આપવા માટે ધમકાવ્યા છે.  
 
વિશ્વના આતંકવાદ નિરોધ વિશેષજ્ઞોનુ કહેવુ છેકે અલ જવાહિરીને પોતાના આતંકવાદી સમુહમાં ભરતી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સાથે જ ઈસ્લામિક સ્ટેટ પણ એક પડકારન અરૂપમા તેની સામે છે. ઈસ્લામિક સ્ટેટના નેતા અબુ બક્ર અલ બગદાદીએ પોતાના ખલીફા જાહેર કરવા માટે મુસ્લિમ સમુહને નિષ્ઠાની માંગ કરી હતી. 
 
અલકાયદાએ નવો વીડિયો સામે આવ્યા પછી ભારતીય સુરક્ષા એજંસીઓને દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધુ છે. આઈબીએ બધા રાજ્યોને હાઈ એલર્ટ મોકલ્યુ છે. આઈબીનુ માનવુ છે  અલકાયદાના નવા વીડિયો દ્વારા બીજા આતંકી સંગઠનો જેવા ઈસ્લામિક સ્ટેટ અને બોકો હરામ્નએ એક સંદેશ અપવાનો પ્રયત્ન કર્યો છે. આઈબ્નુ માનવુ છે કે અલકાયદાએ નવા વીડિયો દ્વરા બીજા આતંકી સંગઠનો જેવા ઈસ્લામિક સ્ટેટ અને બોકો હરામને એક સંદેશ આપવાની કોશિશ કરી છેકે અલકાયદા હજુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયુ આઈબીનુ માનવુ છે કે જે વીડિય સામે આવ્યો છે તેને જોતા કોઈ બેદરકારી કરવી ઠીક નથી. 

વેબદુનિયા પર વાંચો