ભારત પ્રવાસે આવેલાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીનાં ભકત છે. આ વાત તો જગ જાહેર છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે તેઓ તેમનાં ખીસ્સામાં હનુમાનજીની એક નાનકડી મૂર્તિ રાખે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે ઓબામાએ તેમની મુલાકાતમાં પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીની પૂત્રી પ્રતિભા અડવાણી સાથે થઈ.
પ્રતિભા અડવાણીએ રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર સમયે ઓબામા સાથે મુલાકાત દરમિયાન તેમને કહ્યું કે, આપણાં વચ્ચે એક સમાનતા છે. ઓબામાએ પુછ્યું શું. તો પ્રતિભાએ કહ્યું હું પણ હનુમાન દાદાની ભકત છું.
આ સાંભળીને ઓબામાએ જણાવ્યું હતું કે, હું હનુમાનની એક મૂર્તિ હમેશાં મારી પાસે રાખુ છું. અને તેમણે આટલું કહેતાં ચાંદીની એક હનુમાનની પ્રતિમા ખિસ્સામાંથી કાઢીને તેને બતાવી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમનાં ત્રણ દિવસીય પ્રવાસમાં ભારતમાં છે. તેમજ તેમણે ગણતંત્ર દિવસ સમારંભમાં અતિથિ તરીકે હાજરી આપી હતી.