રાહુલ ગાંધી એમફીલ નાપાસઃ ખોટી માહિતી આપવા બદલ કેસ કરશું-સુબ્રમણયમ

શનિવાર, 5 એપ્રિલ 2014 (11:59 IST)
PTI
ભાજપના નેતા અને અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારનાં રોજ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ પત્રકારોને સંબોધતા રાહુલ ગાંધીને એમફીલની ડિગ્રીને લઈને ઘટકસ્ફોટ કર્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની એફીડેવિટમાં તેઓ એમફીલ પાસ હોવાનું જણાવ્યું છે, પરંતુ હકિકતમાં રાહુલ ગાંધીની એમફીલની માર્કશીટ બતાવી તે નાપાસ હોવાનો ઘટકસ્ફોટ કર્યો છે.

રાહુલ ગાંધીએ નોમીનેશન ફોર્મમાં દર્શાવેલી એમફીલની ડિગ્રીને લઈને સુબ્રમણ્યમ્ સ્વામીએ રાહુલ ગાંધીને ખુલાસો કરવા જણાવ્યું છે. અને જો આ ખુલાસો કરવામાં નહીં આવે તો, રાહુલ ગાંધી સામે ખોટી માહિતી આપવા બદલ કેસ દાખલ કરશે તેવી ચીમકી સુબ્રમણયમ સ્વામી આપી છે. વધુમાં સ્વામીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જ નહી પણ નેહરૂ-ગાંધી પરીવાર નાપાસ થયો છે. સ્વામીએ કહ્યું હતું કે અમને કોંગ્રેસ સામે વાંધો નથી પણ નહેરૂ પરીવાર સામે વાંધો છે અને નહેરૂ પરીવાર દેશ છોડીને જતો રહે તો દેશ સુધરી જશે તેવા વ્યંગબાણ ચલાવ્યા હતા.

સ્વામીના આક્ષેપ
- રાહુલ ગાંધી M.Philની ડિગ્રી અંગે સ્પષ્ટતા કરે
- ડિગ્રી મુદ્દે રાહુલ સામે ખોટી માહિતી આપવાનો કેસ થશે
- રાહુલ ગાંધી જ નહીં નહેરુ-ગાંધી પરિવાર નાપાસ
- નહેરુ પરિવાર દેશ છોડે તો દેશ સુધરશે

સ્વામીએ સોનિયા ગાંધી 1963થી 1968 સુધી શું કામ કરતી હતી તે જણાવતા શરમ આવે છે તેમ કહ્યું. અને સોનિયા ગાંધીના પિતા હિટલરની સેનામાં સૈનિક હતા તેવા પણ આક્ષેપો કર્યાં. મેનિફેસ્ટોને લઈને સ્વામીએ જણાવ્યું કે લોકોને મેનિફેસ્ટોની નહીં મોદીની જરૂર છે. ત્યારે અયોધ્યા મામલે કોબ્રા પોસ્ટે કરેલા સ્ટીંગ ઓપરેશન અંગે AAPના નેતા આશુતોષ પર પ્રહાર કર્યાં હતા. અને આ સ્ટીંગ ઓપરેશન નથી પરંતુ તેના માટે આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ પૈસા આપે છે તેમ જણાવ્યું.

સ્વામીના આક્ષેપ

- સોનિયા ગાંધીના પિતા હિટલરની સેનામાં સૈનિક
- ચૂંટણી ઢંઢેરાની નહીં લોકોને મોદીની જરૂરિયાત
- કોબ્રા પોસ્ટના સ્ટિંગ ઓપરેશન સામે પણ સવાલ
- AAPના નેતા આશુતોષ પર પ્રહાર
- સ્ટિંગ માટે આશુતોષની કોબ્રા પોસ્ટને આર્થિક સહાય

બાબરી મસ્જિદને લઈને પણ સ્વામીએ વિવાદ છેડયો હતો, અને આ મસ્જિદ નથી પરંતુ આજે પણ ત્યાં મંદિર છે. સ્વામીએ લોકસભાની ટિકિટ ન મળવા મુદ્દે કહ્યું કે તેઓને રાયબરેલીથી ટિકિટ અપાઈ હતી પરંતુ તેમને મનાઈ કરી. આ ઉપરાંત 2જી કૌભાંડને લઈને તેમણે ભાજપની સરકાર બન્યા બાદ સીબીઆઈનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. અને NDAની સરકાર રચાયા બાદ સીબીઆઈને તેમની પાછળ લગાવીશું. અમદાવાદ આવેલા સુબ્રમણિયમ સ્વામી અનેક મુદ્દે પોતાનો અભિપ્રાય આપી, વિરોધીઓને આડે હાથ લીધા હતા.

સ્વામીનું વચન
- 2G કૌભાંડની તપાસ ભાજપની સરકાર બાદ CBI દ્વારા કરાશે
- NDAની સરકાર રચાયા બાદ CBIને કૌભાંડીઓ પાછળ લગાવીશું

વેબદુનિયા પર વાંચો