કિરણ બેદી સામૂદાયિક કોલેજોના સમર્થનમાં

બુધવાર, 28 જુલાઈ 2010 (11:46 IST)
શિક્ષા અને રોજગારની તકો વચ્ચેના અંતરને જોઈ દુ:ખ વ્યક્ત કરતા પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ કહ્યુ કે દેશમાં અભ્યાસ વચ્ચે જ છોડી દેનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જે સામૂદાયિક કોલેજો દ્વારા ઘટાડી શકાય છે.

કિરણે સામૂહિક કોલેજો તરફ ઈશારો કરતા કહ્યુ કે આ આશાનુ એકમાત્ર કિરણ છે. તેમના મુજબ આના દ્વારા ગ્રામીણ અને શહેરી ગામોમાં શિક્ષા અને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપી શકાય છે.

આવી સામૂદાયિક શાળાને ચલાવનારી નવજ્યોતિ ઈંડિયા ફાઉંડેશનની સંસ્થાપક કિરણે ઈંદિરા ગાંઘી વિશ્વવિદ્યાલયમાં એક વ્યાખ્યાન દરમિયાન આ વાત કરી.

તેમને કહ્યુ કે શિક્ષા અને રોજગાર વચ્ચે વધતી ખાઈને ભરવા માટે રોજગારલક્ષી પ્રશિક્ષણ આપવુ જોઈએ.

વેબદુનિયા પર વાંચો