ગુજરાતના 207 ડેમમાં માત્ર 39.61 ટકા જ પાણી, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 19 ટકા પાણીનો જથ્થો

શનિવાર, 24 જૂન 2023 (18:35 IST)
રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર, જ્યારે એક ડેમ એલર્ટ પર અને બે ડેમ વોર્નિંગ પર છે
 
હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસુ બેસી જવાની આગાહી કરી
 
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે રાજ્યના 60થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસુ બેસી જવાની આગાહી કરી છે. ત્યારે રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક ધીમે ધીમે થઈ રહી છે. ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના 207 જળાશયોમાં હાલમાં માત્ર 39 ટકા જ પાણી છે. 
 
સરદાર સરોવરમાં 51.04 ટકા પાણીનો જથ્થો
વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલની તારીખે માત્ર 39.61 ટકા જ પાણીનો જથ્થો છે.રાજ્યમાં ઝોન પ્રમાણેના જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના  15 ડેમમાં 46.80, મધ્યગુજરાતના 17 ડેમમાં 30.60, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.67, કચ્છના 20 ડેમમાં 48.58, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 19.24 અને સરદાર સરોવરમાં 51.04 ટકા પાણીનો જથ્થો છે.
 
રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર
કચ્છના ચાર ડેમ હાલમાં છલોછલ ભરાયેલા છે. રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર છે. જ્યારે એક ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. વોર્નિંગ પર બે ડેમ છે. ચાર ડેમમાં 90 ટકા પાણીનો જથ્થો છે. એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. બે ડેમ એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 199 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. નખત્રણાનો ગજનસર ડેમ, મુંદ્રાનો કાલાઘોડા ડેમ, અબડાસાનો કંકાવટી ડેમ, માંડવીનો ડોન ડેમ પણ છલોછલ ભરાયેલો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર