CWC ની મીટિંગમાં સરદાર પટેલને કહેવાયા અપશબ્દ, બીજેપીનો કોંગ્રેસ પર મોટો આરોપ

સોમવાર, 18 ઑક્ટોબર 2021 (18:32 IST)
બીજેપી (BJP) કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે વિપક્ષ ભ્રમની રાજનીતિ કરી રહ્યું છે. કોંગ્રેસ (Congress) જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)સંવેદનશીલ મુદ્દે મૂંઝવણ ફેલાવી રહ્યુ છે. આજે છાપાઓમાં પ્રકાશિત. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં તારિક હમીદ કારાએ કહ્યું કે નહેરુએ ભારતમાં જમ્મુ-કાશ્મીરનો સમાવેશ કર્યો હતો જ્યારે સરદાર પટેલ ઝીણા સાથે મળીને કાશ્મીરને ભારતથી અલગ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો જમ્મુ -કાશ્મીર આજે ભારતની સાથે છે, તો તે માત્ર નેહરુને કારણે છે.

સરદાર પટેલ પર કર્યા પ્રહાર 
 
સમગ્ર મામલે નહેરુની પ્રશંસા કરતા સરદાર પટેલ પર નિશાન સાંધવામાં આવ્યું. જેમા એવું કહેવામાં આ્યું કે આજે કાશ્મીરના લોકો નહેરુને કારણે ભારતમાં છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ કાશ્મીરને છોડી દેવા જિન્ના સાથે ઉભા હતા. જોકે આ મામલે સીડબ્લ્યૂસીના અમુક સદસ્યોએ કર્રાની વાત પર હસ્તક્ષેપ કર્યો અને કહ્યું સરદાર પટેલનું પણ આઝાદીમાં ઘણુ યોગદાન છે સાથેજ એવું પણ કહેવામાં આ્યું કે તેઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર